GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

BIG NEWS : કેન્સર થશે એવું 4 વર્ષ પહેલાં ખબર પડી જશે, ચીને અશક્યને પણ શક્ય કરી બતાવ્યું

ચાઇનાના સંશોધકોએ દાવો કર્યો છે કે કેન્સરના લક્ષણો દર્શાવતાં પહેલા લોહીની તપાસ કરીને 4 વર્ષ પહેલાં કેન્સરને શોધી શકાય છે. જો આ શક્ય બનશે તો આ ભયંકર બીમારીથી માનવીના જીવનને બરબાદ થતું બચાવવા માટે ખૂબ જ સરળતા રહેશે. માણસ અને વિજ્ઞાન હવે ઈશ્વરના અસ્તિત્વને પડકારી રહ્યાં હોય એવું આ પરથી લાગે છે. પેનસીર નામના આ રક્ત પરીક્ષણ કરીને 95 ટકા લોકોમાં કેન્સરનું નિદાન કરી શકાય છે. જેમના પહેલાં ક્યારેય લક્ષણો દેખાયા નથી. ડીએનએન મેથિલેશન દ્વારા પરંપરાગત નિદાનના ચાર વર્ષ પહેલાં પાંચ પ્રકારનાં કેન્સર શોધી શકાય છે.”

ચીની સંશોધનકારોનો આ અભ્યાસ ‘નેચરલ કમ્યુનિકેશન’ જર્નલમાં પ્રકાશિત થયો છે. દર્દીઓમાં અર્બુદ લક્ષણો દેખાય તે પહેલાં જ કેન્સરની તપાસ થઈ શકે છે. જોકે, આવા દાવા કેટલાક અભ્યાસમાં અગાઉ કરવામાં આવ્યા છે. મિથિલ જૂથ માટે લોહીના પ્લાઝ્મામાં મળેલા ડીએનએની તપાસ કરીને આ પરીક્ષણ કેન્સરને કેવી રીતે શોધી શકે છે તે સંશોધનકારોએ સમજાવ્યું.

ટીમે કહ્યું કે આ તકનીકનો ઉપયોગ કરવાથી તેઓ ડીએનએના ખૂબ નાના સ્તરે પહોંચવામાં મદદ કરી છે. ત્યારબાદ તેણે તેના મૂળ સુધી પહોંચવા માટે મશીન લર્નિંગ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કર્યો હતો. રક્ત પ્લાઝ્માના નમૂનાઓ 2007 અને 2014 ની વચ્ચે એકત્રિત કર્યા. જે લોકોના લોહીના પ્લાઝ્માના નમૂના લેવામાં આવ્યા હતા તેમાંથી, 414 લોકો લગભગ પાંચ વર્ષ સુધી કેન્સર મુક્ત રહ્યા હતા. જ્યારે 191 લોકો ચાર વર્ષમાં પેટ, કોલેક્ટ્રોલ, યકૃત, ફેફસા અને અન્નનળીના કેન્સરથી પીડિત હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

દિલ્હીમાં ફરી નિર્ભયા કાંડ, માસૂમ બાળકીને હવસખોરોએ બનાવી નિશાન, કેજરીવાલે જાહેર કરી 10 લાખની સહાય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!