GSTV
Home » News » કેન્સરના દર્દીઅો માટે કેન્દ્ર સરકારે અાપી સૌથી મોટી રાહત : ગભરાવાની જરૂર નથી

કેન્સરના દર્દીઅો માટે કેન્દ્ર સરકારે અાપી સૌથી મોટી રાહત : ગભરાવાની જરૂર નથી

ગુજરાતમાં કેન્સરનો રોગ સતત વધી રહ્યો છે. સામાન્ય માણસને પણ કેન્સર થઇ રહ્યું છે. કેન્સર ફક્ત ગુટખા અને તમાકું ખાનારને થાય તેવું નથી. દરરોજના ખાનપાનમાં બદલાયેલા ફેરફારોને પગલે કેન્સર ગુજરાતમાં ઝડપથી વધી રહ્યું છે. ગુજરાતમાં મોંઢાના કેન્સરના સૌથી વધારે દર્દીઅો છે. કેન્સર ઘણા બધા પરિબળો ના કારણે થાય છે. જેમાં પ્રતિકૂળ પર્યાવરણ અને જીવનશૈલીનો સમાવેશ થાય છે. અમુક કેન્સરો જિનેટિક હોય છે કારણકે તે વિવિધ જનીનોમાં પરિવર્તનોને કારણે થાય છે. જો કે તમામ કેન્સર વંશપરંપરાગત હોતા નથી. એટલે કે વારસાગત જીન પરિવર્તનો દ્વારા જ થાય છે.

કેન્સરના દર્દીઅો માટે મોદી સરકારની મહત્વાકાંક્ષી અાયુષ્યમાન ભારત રાષ્ટ્રીય સુરક્ષા યોજનામાં લાભ લેવા માટે હોસ્પિટલમાં ભરતી થવું જરૂરી નથી. સોમવારે નવા દિશા નિર્દેશો જાહેર થયા છે. કેન્સના દર્દીઅોઅે સારવાર માટે માટે પોતાના ખિસ્સામાંથી પૈસા હવે કાઢવાની જરૂર નથી.25મી સપ્ટેમ્બરે સરકારે અા સ્કીમ લોન્ચ કરી છે.

કેન્સરના દર્દીઅોઅે દવાખાનામાં દાખલ થવાની જરૂર નથી

અાયુષ્યમાન ભારતના ડેપ્યૂટી ચીફ અેક્ઝ્યુકીટિવ દિનેશ અરોડાના જણાવ્યા અનુસાર તેઅોઅે ટ્યૂમર બોર્ડ ગાઈડલાઇનનું પાલન કર્યું છે. જેમાં કેન્સરનો દર્ધી હોસ્પિટલમાં દાખલ થયા વિના 5 લાખનો લાભ મેળવી શકશે જેમાં તે કિમોથેરેપી , દવાઅો અને ચકાસણી રિપોર્ટ પણ કરાવી શકશે.

1300 પ્રકારની પ્રોસિજર અમલમાં અાવશે

અારોગ્યમંત્રી જેપી નડ્ડાના જણાવ્યા અનુસાર યોજનામાં સારવાર માટેનો લાભ લેવા માટે 1,300થી વધુ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. જેમાં હોસ્પિટલમાં ભરતી થયા પહેલાં અને બાદમાં થતી સારવારની પ્રક્રિયાઅો સામેલ છે. જેમાં સારવાર અને દવાને પણ અા પ્રક્રિયાઅોમાં સામેલ કરાઈ છે. લાભાર્થીઅોઅે અા યોજનાનો લાભ લેવા માટે દેશની કોઈ પણ હોસ્પિટલમાં સારવાર લઇ શકશે.

રજિસ્ટ્રેશન કરવાની જરૂરત નથી

અારોગ્યમંત્રી અે ઇન્શ્યોરન્સ સ્કીમને પણ લાગુ કરી દીધી છે. જેમાં લાભાર્થીઅે રજિસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. અાયુષ્યમાન ભારત યોજનામાં સામેલ લાભાર્થીઅે કોઈ પણ જગ્યાઅે પેમેન્ટ કરવાની પણ જરૂર નથી. અા સાથે તેમણે વેબસાઈટોને પણ ચેતવણી અાપી છે કે, અા યોજનાથી દૂર રહે. જો ઠગાઈનો પ્રયત્ન થશે તો ફરિયાદ દાખલ કરાશે.

દર્દીઅોની મદદ માટે અારોગ્યમિત્રની નિમણુંક થશે

પેનલમાં સમાવેશ કરાયેલી તમામ સુવિધા અાપતી સંસ્થાઅોમાં અારોગ્યમિત્રની નિંમણુંક કરાશે. જે લાભાર્થીઅોની અોળખ કરી સમસ્યાનો ઉકેલ લાવી શકશે. અા માટે સરકાર અેક લાખ અારોગ્ય મિત્રોને પ્રશિક્ષણ અાપવાની છે.

કેન્સરના સેંકડો પ્રકાર છે

કેન્સર મલ્ટિ ફેકટરલ બિમારી છે, તેથી દરેક કેન્સર માટે ચોક્કસ કારણનું નિર્દેશન કરવું અને પર્યાવરણને નિયંત્રિત કરવું  મુશ્કેલ છે. આરોગ્યવર્ધક પર્યાવરણ, આહાર અને જીવનશૈલી નિશ્યિત જ કોઈ પણ રોગ પ્રત્યે પ્રતિરોધકતા સુધારી શકે છે. જોકે કેન્સરમાં વહેલી ઓળખ મહત્ત્વનું પરિબળ છે, કારણ કે વહેલી ઓળખથી તેની સમયસર માવજત અને ઉપચાર કરવામાં મદદ મળે છે. જીનેટિક મ્યુટેશનનું જ્ઞાન આપણને કેન્સરનાં જોખમોની ઓળખ વહેલી આપી શકે છે. કેન્સરના સેંકડો પ્રકાર છે અને દરેક કેન્સર સાથે વિવિધ પ્રકારના જીન્સ સંકળાયેલા હોય છે. આથી દરેક વ્યકિત માટે અચૂક જીનેટિક ટેસ્ટની પસંદગી અન્ય પરિબળોમાં તેમના અંગત અને પરિવારના ઈતિહાસને આધારે હોય છે.

સરકાર પેપ ટેસ્ટ ફરજિયાત કરવાનું આયોજન કરી રહી છે

ગુજરાતની મહિલાઓ અને દીકરીઓને ગર્ભાશયના કેન્સરથી બચાવવા માટે સરકાર પેપ ટેસ્ટ ફરજિયાત કરવાનું આયોજન કરી રહી છે. પેપ ટેસ્ટ દ્વારા દીકરીઓને 10 વર્ષ બાદ થનારા સંભવિત કેન્સરની જાણ થઈ શકે છે. અને તેનું નિદાન કરી જીવન બચાવી શકાય છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓમાં ચોંકાવનારો વધારો થયો છે. ખાસ કરીને મોઢાના કેન્સર અને મહિલાઓના ગર્ભાશયના કેન્સર વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યા છે ત્યારે મહિલાઓને ગર્ભાશયના કેન્સર થાય તે પહેલાં જ તેના લક્ષણો અને નિદાન માટે જરૂરી પેપ ટેસ્ટ ફરજીયાત કરવા માટે સરકાર નિર્ણય લેશે. વિશ્વમાં ઓસ્ટ્રેલિયા જ એક માત્ર એવો દેશ છે જ્યાં બાળકીઓ માટે પેપ ટેસ્ટ ફરજીયાત છે. પેપ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે કે 10 વર્ષ બાદ કેન્સર થશે કે નહીં.

Related posts

હિંદુવાદી નેતા અમિત જાનીની જાહેરાત : શરઝીલ ઈમામનું માથું વાઢી લાવનારને એક કરોડ રૂપિયાનું ઈનામ

Mayur

રામ મંદિર બનાવવા માટે દરેક વ્યક્તિ પાસેથી લેવાશે 10 રૂપિયાનો સહયોગ, ત્રણ મહિનામાં કામ થઈ રહ્યું છે શરૂ

Mayur

અલ્પસંખ્યકોએ ચૂંટણીમાં મને મત નહોતા આપ્યા તેથી તેમને મળતી સુવિધામાં ઘટાડો કરવામાં આવશે : ભાજપના ધારાસભ્ય

Mayur
Do NOT follow this link or you will be banned from the site!