GSTV
Home » News » ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈ પોલીસકર્મીઓ અને અધિકારીઓની તમામ રજા રદ્દ

ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈ પોલીસકર્મીઓ અને અધિકારીઓની તમામ રજા રદ્દ

ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને પગલે પોલીસકર્મીઓની અને અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. મોટા પ્રમાણમાં બંદોબસ્ત હોવાથી રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. લો એન્ડ ઓર્ડરના પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કોમરએ આદેશ કરી અનિવાર્ય સંજોગો સિવાયની રજા રદ્દ કરવામાં આવી છે. 15થી 25 ફેબ્રુઆરી સુધી રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે.

250 લોકોનું ડેલિગેશન પણ આવશે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે.ત્યારે તેમની સાથે 250 લોકોનું ડેલિગેશન પણ આવવાનું છે.ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ વનમાં આવશે.જ્યારે ડેલિગેશનના સભ્યો માટે અલાયદુ બોઈંગ વિમાન આવશે.મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ હરોળમાં ડેલિગેશનને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત ગુજરાત સહિત દેશભરના જાણીતા ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ ગૃહોને આમંત્રણ આપવામાં આવ્યા છે.મોટેરા સ્ટેડિયમમાં ગોલ્ડ પ્લેટેનિયમ સહિતના કાર્ડ ઇસ્યુ કરાયાં છે.

Read Also

Related posts

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં આજે મળશે કોંગ્રેસ સંગઠનની બેઠક

Arohi

યુએસ મીડિયાએ મોદી-ટ્રમ્પની મુલાકાતને રાજકીય ગણાવી, પીએમ મોદીએ ‘પોલિટિકલ પ્રેક્ષકગણ’ સ્વરૂપની રેડ કાર્પેટ બિછાવી

pratik shah

‘નમસ્તે’થી કરી ભાષણની શરૂઆત, જાણો 28 મિનિટની સ્પીચમાં ટ્રમ્પે શું કહ્યું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!