GSTV

ખોટ / સોલાર પ્રોજેક્ટ માટે રોકાણ કરનારા સાહસિકોને થશે કરોડોનું નુકસાન, લેવાયો આ મહત્વનો નિર્ણય

Last Updated on August 1, 2021 by Dhruv Brahmbhatt

સોલાર પાવરની સબસિડી પાછી ખેંચાઈ જતાં ગુજરાતમાં સોલાર પ્રોજેક્ટ નાખવા માટે અંદાજે રૂા. 10,000 કરોડનું રોકાણ કરનારા 3500 જેટલા સાહસિકોને રૂા. 2200 કરોડનું જંગી નુકસાન જશે. તેની અસર હેઠળ ઘણાંએ તેમના પ્રોજેક્ટમાંથી પીછેહઠ કરી લેવાનો પણ નિર્ણય કરવા પર છે, પરંતુ સરકારની ગાઈડલાઈનમાં તેમના ઇન્વેસ્ટમેન્ટના નાણાં પરત કરવાની કોઈ જ સિસ્ટમ નથી.

ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ સબસિડી આપવામાં આવતી

તેથી સરકાર પણ તેમને પૈસા પરત આપી શકે તેમ નથી. ગુજરાત સરકારની ઉદ્યોગ નીતિ હેઠળ સબસિડી આપવામાં આવતી હતી. ઉદ્યોગ વિભાગે તે સબસિડી પાછી ખેંચી લેવાનું આ અગાઉ જ આયોજન કર્યું હતું. તેને પગલે ગુજરાતમાં સોલાર પાવર પ્રોજેક્ટ નાખવાની ગતિ મંદ પડી જવાની સંભાવના છે.

તેની અસર હેઠળ 2030 સુધીમાં 30 ગીગાવૉટ વીજળી પેદા કરવાના લક્ષ્યાંકને સર કરી શકશે કે કેમ તે પણ એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ગુજરાતમાં રૂા. 10,000 કરોડનું રોકાણ કરીને અંદાજે 2500 મેગાવોટ સોલાર પાવર પેદા કરવાનું આયોજન અમલના તબક્કામાં હતું ત્યારે જ સરકારે એકાએક સબસિડી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.

સોલાર પેનલન ઓર્ડર પ્લેસ કરવાના, જમીનને સમતળ કરવાના, જમીનને કોમર્સિયલ હેતુ માટે વાપરવા એન.એ.-નોન એગ્રીકલ્ચર કરાવવાનો ખર્ચ ખેડૂતો અને પ્રોજેક્ટ નાખનારાઓ કરી ચૂક્યાં છે. હવે સબસિડી પાછી ખેંચાઈ જતાં તેમને નફો થવાને બદલે તેમને અંદાજે 22 ટકા જેટલું નુકસાન થવાની સંભાવના નિર્માણ થઈ છે.

આ નુકસાનને ફાયદામાં રૂપાંતર કરી આપે તેવા નવતર પ્રકારના ઉપકરણો લઈને કંપનીઓ માર્કેટમાં આવવા માંડી છે. તેમાં સોલાર પેનલમાં એક ચોરસ ઇંચમાં વધુ બસબાર મૂકીને તેનાથી વધુ વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવતી પેનલો આવવા માંડી છે. આ જ રીતે પેનલની બંને તરફથી સૂર્યની ગરમી ખેંચીને તેના થકી ઉર્જામાંથી વીજળી પેદા આવી રહી છે.

અત્યાર સુધી માત્ર એક જ તરફની પેનલમાંથી સૌર ઉર્જાને ગ્રહણ કરવામાં આવતી હતી. હવે બંને તરફના એટલે કે અંદર અને બહાર બંને તરફના સોલર પેનલના સેલ ગરમીનું શોષણ કરીને વીજળી પેદા કરી આપે છે. તેનાથી વીજળી પેદા કરવાની ક્ષમતામાં 20 ટકા જેટલો વધારો થશે. તેમ જ તેને માટે કરવો પડતો જાળવણીન ખર્ચ ઓછો આવશે.

આ બધાં આયોજનોને અમલમાં મૂકીને સબસિડીને પરિણામે થયેલા નુકસાનને નફામાં પલટી આપવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યો છે. તેનાથી પ્રોજેક્ટ કોસ્ટમાં 20 ટકાનો વધારો થાય છે. તેની સામે મેઈન્ટેનન્સ ખર્ચ શૂન્ય પર આવી જાય છે. તેમ જ પેનલની લાઈફ 25 વર્ષથી વધીને દોઢી કે બમણી થઈજવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

રસીકરણ / કોરોના રસી લીધા પછી જ ધંધો કરવાની મળશે છૂટ, રાજ્યના આ વિસ્તારના પ્રાન્ત અધિકારીનું ફરમાન

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યભરમાં 22 લાખથી વધુ લોકોને આપવામાં આવી કોરોના રસી, અમદાવાદીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!