GSTV

એરલાઈન્સની કેન્સલ ટિકીટોના રિફંડ ઉપર SC કડક, કાલ સુધીમાં સરકારને એફિડેવીટ કરવા કર્યો આદેશ

લોકડાઉન દરમયાન એરલાઈન્સની કેંસલ થયેલી ટિકીટોના રિફંડ મામલે સુપ્રિમ કોર્ટ કડક બની છે. સુપ્રિમ કોર્ટે કહ્યું છે કે, સરકાર તેના ઉપર વધારાની એફિડેવીટ કાલ સુધીમાં દાખલ કરે કે યાત્રીકોને સીધી રીતે ચુકવણી કેવી રીતે કરવામાં આવશે. સુપ્રિમ કોર્ટે બુધવારે સુનાવણી દરમયાન આ આદેશ કર્યો છે. આ મામલે આગલી સુનાવણી 25 સપ્ટેમ્બર એટલે કે શુક્રવારે થવાની છે.

શું કહ્યું હતું સરકારે

આ પહેલા કેન્દ્ર સરકારે પોતાના એફિડેવીટમાં કહ્યું હતું કે, લોકડાઉનના સમયમાં હવાઈ જહાજમાં યાત્રા કરવા માટે બુક કરવામાં આવેલી ટિકીટોની પુરી રકમ યાત્રિકોને પરત મળશે. આ પહેલા સુપ્રિમ કોર્ટમાં એફિડેવિટ નાગર વિમાનનના નિદેશક ઓ.કે. ગુપ્તાએ કહ્યું હતું કે, ઘરેલુ એરલાઈન્સ માટે ટિકીટો સીધી એરલાઈન કે એક એજન્ટના માધ્યમથી લોકડાઉનના સમયગાળા દરમયાન 25 માર્ચથી 3 મે વચ્ચે યાત્રા કરવા માટે બુક કરાવવામાં આવી છે તો આવા કેસોમાં એરલાઈન્સ દ્વારા તુરંત સમગ્ર રિફંડ આપવામાં આવશે.

વ્યાજનો વિરોધ

અહીંયા કહેવામાં આવ્યું છે કે, રિફંડમાં મોડુ થવાથી પૈસેન્જરને 0.5 ટકાના દરે વ્યાજ પણ મળશે. પરંતુ વિસ્તારા અને એરએશિયાએ વ્યાજ દેવાનો વિરોધ તે આધાર ઉપર કર્યો છે કે તેના મોટાભાગના યાત્રિકોએ ક્રેડિટ શેલ લેવાનું પસંદ કર્યું છે. ઈન્ડિગોએ કહ્યું કે, તેને લોકડાઉન દરમયાન તમામ કેંસલ ટિકીટોના પૈસા પરત કરી દીધા છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમયાન બુક કરવામાં આવેલી ટિકીટો માટે એરલાઈન્સ દ્વારા 15 દિવસની અંદર સમગ્ર રકમ પરત દેવી જોઈએ. અને જો કોઈ એરલાઈન્સ નાણાકીય સંકટમાં છે અને આવું કરવામાં અસમર્થ છે તો તેણે 31 માર્ચ 2021 સુધી યાત્રિકોની પસંદગીની યાત્રા ઉપર ક્રેડિટ શેલ આપવું જોઈએ.

Related posts

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

pratik shah

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada

રાજકોટ/ જે.જે. કુડલિયા કોલેજે વિદ્યાર્થીઓને ફરજીયાત ઇન્ટર્નલ પરિક્ષા માટે બોલાવાયા, ગાઈડલાઈનનો કર્યો ભંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!