GSTV

કામની ખબર: સસ્તી થઇ જશે લોન, આ બેન્કે FDના વ્યાજ દરોમાં કર્યો છે મોટો ફેરફાર

Last Updated on August 15, 2020 by Bansari

કેનેરા બેન્કના ગ્રાહકો માટે એક મુખ્ય સમાચાર છે. બેન્કે ફિક્સ્ડ ડિપિઝિટ (FD)ના વ્યાજ દરમાં ફેરફાર કર્યા છે. બીજી તરફ બેન્કે MCLR ના દરમાં પણ ઘટાડો કરી બધાના લોનમાં પણ રાહત આપવાની કોશિશ કરી છે. હાલમાં જ બેન્કે ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જેમાં બેન્કને લાભ થયો છે. તમને જણાવી દઈએ કે, આ બેન્કમાં સિન્ડીકેટ બેન્કનો પણ વિલય થયો છે.

FD વ્યાજદરમાં ફેરફાર

  • કેનરા બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટની વ્યાજદરમાં સંશોધન આજથી લાગુ થઈ ગયુ છે.
  • બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટની વ્યાજદરમાં ફેરફાર કર્યો છે.
  • 7-45 દિવસની મેચ્યોરિટી પીરિયડના ટર્મ ડિપોઝિટ પર કેનરા બેન્ક 3 ટકા વ્યાજ આપશે.
  • 46-90 દિવસની મેચ્યોરિટી પીરિયડના ટર્મ ડિપોઝિટ પર બેન્ક 4 ટકા વ્યાજ આપશે.
  • 91 દિવસથી 179 દિવસની મેચ્યોરિટી પીરિયડના ટર્મ ડિપોઝિટ પર બેન્ક 4.05 ટકાના દરથી વ્યાજ આપશે. 180 દિવસથી 1 વર્ષથી ઓછી મેચ્યોરિટી પીરિયડવાળી FD પર બેન્ક 4.50 ટકા વ્યાજ આપશે.

લોનના વ્યાજદરને કર્યા ઓછા

કેનરા બેન્કે વિવિધ લોન સમયગાળા માટે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ બેસ્ડ લેન્ડિંગ રેટ્સમાં 0.30 ટકા સુધીનો કપાત કરતા વ્યાજદરને ઓછો કરી દીધો છે. આ નવા દર 7 ઓગષ્ટથી લાગુ થઈ ચૂકી છે. બેન્ક પ્રમાણે ઓવરનાઈટ અને એક મહિનાના સમયગાળા માટે લોન પર MCLR ને 0.2 ટકા ઓછુ કરી 7-7 ટકા કરી દેવામાં આવ્યુ છે. ત્રણ મહિનાના કરજ પર 7.15 કરી દેવામાં આવ્યો છે. તો 6 મહીનાના કરજ પર 7.40 ટકા કરી દેવામાં આવ્યા છે. એક વર્ષથી વધારેના કરજ પર 7.45 ટકાના દરથી વ્યાજ વસૂલશે.

બેન્કને થયો નફો

બેન્ક તરફથી પ્રથમ ત્રિમાસિકના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. બેન્કનો એકલ આધાર પર શુદ્ધ લાભ એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં 23.5 ટકાના વધારા સાથે 406.24 કરોડ રૂપિયા રહ્યો છે. એક વર્ષ પહેલા સમાન સમયગાળામાં બેન્કને 329.07 કરોડ રૂપિયાનો શુદ્ધ લાભ થયો છે. તમને જણાવી દઈએ કે, કેનરા બેન્કમાં સિન્ડિકેટ બેન્કનો વિલય થયો છે. આ વિલય એક એપ્રિલ 2020થી પ્રભાવમાં આવી ગયો.

READ ALSO

Related posts

ખરાબ સમય / અશ્લીલ ફિલ્મોમાં રાજ કુન્દ્રાની ધરપકડ બાદ પ્રથમ વાર આવ્યું શિલ્પા શેટ્ટીનું નિવેદન, જાણી લો શું કર્યા ખુલાસા

Dhruv Brahmbhatt

કામનું/ આધાર કાર્ડને લઇ UIDAIએ આપ્યું મોટું અપડેટ, હવે આધાર ગુમ થવા પર પણ તમને નહિ પડે મુશ્કેલી

Damini Patel

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મળ્યો વેગઃ તૈયાર થઈ રહ્યા છે 4 માળની ઈમારત જેટલા ઊંચા થાંભલા, જાણો ક્યાં સુધી ચાલશે ટ્રેન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!