GSTV

ખેડૂત આંદોલનમાં કેનેડાનાં પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોનું ‘કુદવું’ પડ્યુ ભારે, ભારતે ભર્યુ આ પગલું

Last Updated on December 15, 2020 by Mansi Patel

ભારતના આંતરિક મુદ્દા, ખેડૂત આંદોલન પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોની દખલગીરીની વૃત્તિની ખરાબ અસર બંને દેશોના સંબંધો પર પડતી જોવા મળી રહી છે. ભારતે હાલમાં બંને દેશો વચ્ચે થનારી રાજનૈતિક સ્તરની વાતચીત અટકાવી દીધી છે.

ભારતીય વિદેશ સચિવ રીવા ગાંગુલી દાસ અને કેનેડામાં તેમના સમકક્ષ વચ્ચે મંગળવારે વાતચીત થવાની સંભાવના દેખાઇ રહી હતી જેને ભારતે સંપૂર્ણ રીતે અટકાવી દીધી હતી. ભારતે આ પાછળ તારીખની અસુવિધાનું કારણ દર્શાવ્યું હતું. આ પહેલા પણ ગત અઠવાડિયે વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી ફ્રેન્કોઇસ-ફિલિપ દ્વારા આયોજીત કોવિડ-19ના મંત્રી સમન્વય સમૂહની બેઠક છોડી દીધી હતી. આ બેઠક કોરોના મહામારી સામે રણનીતિ તૈયાર કરવા અર્થે આયોજીત કરવામાં આવી હતી.

કેનેડાના વડાપ્રધાન ટ્રૂડોએ ગુરુ નાનકની 551મી જયંતી પર આયોજીત એક વીડિયો ઇન્ટરેક્શનમાં ભારતમાં થઇ રહેલા ખેડૂત આંદોલનનો ઉલ્લેખ કરતા ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યુ હતું કે કેનેડા હમેશાં શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારના પક્ષમાં ઉભુ રહેશે. જેના પર ભારતે આકરી પ્રતિક્રિયા આપતા કેનેડાને ભારતના આંતરિક મુદ્દામાં દખલ ન દેવાની સલાહ આપી હતી.

READ ALSO

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!