GSTV
Home » News » કેનેડામાં ‘સિંહ બનાવશે કિંગ’, જગમીત સિંહના હાથમાં છે સત્તાની ચાવી

કેનેડામાં ‘સિંહ બનાવશે કિંગ’, જગમીત સિંહના હાથમાં છે સત્તાની ચાવી

કેનેડામાં 21 ઓક્ટોબરે થયેલ સામાન્ય ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે અને હાલના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો ફરી એકવાર સત્તામાં આવવાની શક્યતા છે. પરિણામો અનુસાર તે બહુમતિની નજીક છે એટલે સરકાર બનાવી શકે છે. જસ્ટિન ટ્રૂડોની સરકારને બહુમત માટે 13 સીટોની જરૂર છે. આ દરમિયાન કેનેડામાં સીખ નેતા જગમીત સિંહ એક કિંગમેકર તરીકે ઊભરી આવ્યા છે. તેમની પાર્ટીને એટલી સીટો મળી ગઈ છે, જે સરકાર બનાવવામાં મદદ કરી શકે છે.

પરિણામો અનુસાર જસ્ટિન ટ્રૂડોની પાર્ટીને 157 સીટો મળી છે, જ્યારે બહુમતિ માટે 170 સીટોની જરૂર હોય. તો જગમીત સિંહની પાર્ટી ન્યૂ ડેમોક્રેટને 24 સીટો મળી છે. આમ તો તે જસ્ટિન ટ્રૂડોની પાર્ટીને સમર્થન કરે છે એટલે ગઠબંધનમાં સરળતા રહેશે.

કેનેડા સામાન્ય ચૂંટણીનાં પરિણામો: કુલ 338 સીટો

લિબરલ પાર્ટી (જસ્ટિસ ટ્રૂડો) : 157
ન્યૂ ડેમોક્રેટ્સ (જગમીત સિંહ): 24
કંઝર્વેટિવ પાર્ટી: 121
બ્લૉક ક્યૂબેકૉઈસ: 21
ગ્રીન પાર્ટી: 3
અપક્ષ: 1

પરિણામો બાદ ગ્રીન પાર્ટી, અપક્ષ અને બ્લૉકકૉઇસ પર્ટીના મુખ્ય નેતાએ લિબરલ પાર્ટીને સમર્થન આપવની ના પાડી દીધી છે, આ જોતાં હવે સત્તાની ચાવી જગમીત સિંહ પાસે છે. જો તે જસ્ટિન ટ્રૂડોને સાથ આપે તો તેમની સરકાર બની શકે છે.

કોણ છે જગમીત સિંહ
વ્યવસાયે ક્રિમિનલ વકીલ જગમીત સિંહ આ વખતે કેનેડાની સત્તામાં કિંગ મેકર બનીને ઊભરી આવ્યા છે. તેમણે 2011માં રાજકિય કરિયરની શરૂઆત કરી હતી અને પહેલી ચૂંટણી હારી ગયા હતા. 2015માં તેમને પાર્ટી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને 2017માં પાર્ટીની કમાન તેમના હાથમાં આવી. તે ઘણીવાર પ્રો-ખાલિસ્તાની રેલીઓમાં પણ જોવા મળ્યા છે, જેના કારણે ભારતમાં તેમનો વિરોધ થયો હતો. 2015ની ચૂંટણીમાં તેમની પાર્ટીને 44 સીટો મળી હતી. આ વખતે સીટોમાં ઘણો ઘટાડો જોવા મળ્યો છે.

Related posts

ગુજરાતીઓ આનંદો : મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે હવે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન, 2 જ સ્ટેશને રોકાશે

Mansi Patel

ઘક્કામુક્કી કરતા સિદ્ધાર્થ-અસીમ પર શા માટે નરમ પડ્યા બિગ બોસ? ચુપ્પી પર સવાલ

Kaushik Bavishi

દર 4 મિનિટે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત, ભારતમાં માર્ગો પર યમદૂતોનો પડાવ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!