મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને એક પત્ર સોંપ્યો હતો જેમાં લખ્યું હતું કે વર્તમાન એમવીએ સરકાર બહુમત ગુમાવી ચૂકી છે. ફલતઃ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને આવતીકાલે સદનમાં બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો છે. આ અનુસંધાનમાં આવતીકાલે મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ થઈ શકે છે.

શિવસેના અને ભાજપ વચ્ચે આવતીકાલે બળાબળના પારખા થઈ જશે. ઉદ્ધવ ઠાકરે પોતાની સરકાર બચાવી શકે છે કે નહીં તે જોવાનું રહે છે. આમ જોવા જઈએ તો સૌ કોઈ જાણે છે કે તેઓ સરકાર બચાવી શકશે નહીં. આ ઘટનાક્રમ માત્ર એક ઔપચારિકતા બનીને રહી જશે. આવતીકાલે ફ્લોર ટેસ્ટ છે ત્યારે સ્વાભાવિક છે કે આજે રાત સુધીમાં જ બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીથી મહારાષ્ટ્ર પહોંચી જશે. આ પહેલાં આજે તેમણે કામાખ્યા મંદિરના દર્શન કર્યા હતા. ફલોર ટેસ્ટનું નામ સાંભળીને એનસીપીના વડા શરદ પવારના ઘર પર હલચલ વધી ગઈ છે. ઉદ્ધવ ઠાકરે ફ્લોર ટેસ્ટ ટાળવા માટે સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવવાની તૈયારી કરી રહ્યા છે.

મહારાષ્ટ્રની રાજનીતિમાં દર મિનિટે નાટ્યાત્મક વળાંકો આવી રહ્યા છે. રાજ્યપાલને મળતાં પહેલાં દેવેન્દ્ર ફડણવીસે જે. પી. નડ્ડા અને અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓને મહારાષ્ટ્રમાં ચાલતી રાજકીય ચહલપહલથી વાકેફ કર્યા હતા.
Read Also
- ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા
- હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી
- સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ
- ટાર્ગેટ કિલિંગ/ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ બે કાશ્મીરી હિંદુ ભાઇઓ પર અંધાધૂંધ વરસાવી ગોળીઓ, એકનું મોત
- કેટલીક સરકારો જાણીજોઈને સરકારી શાળાઓ અને હૉસ્પિટલોને બરબાદ કરે છે