GSTV
Home » News » શું કોંગ્રેસે જે કર્યું તે ભાજપ ક્યારેય કરી શકે ખરી, રાહુલની હાજરીમાં આ નેતા મંચ પર

શું કોંગ્રેસે જે કર્યું તે ભાજપ ક્યારેય કરી શકે ખરી, રાહુલની હાજરીમાં આ નેતા મંચ પર

મધ્ય પ્રદેશના 18માં મુખ્ય પ્રધાન પદે કમલનાથે શપથગ્રહણ કર્યા છે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કમલનાથને ગુપ્તતાના શપથગ્રહણ કરાવ્યા છે. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ હાજર રહ્યા હતા.

સવારના 10 કલાકે રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાયલટની શપથવિધિ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી અને તમામ નેતાઓ મધ્ય પ્રદેશના ભોપાલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કમલનાથે ગવર્નર આનંદીબેન પટેલે શપથ લેવડાવ્યા હતા. ત્યારે આ કાયક્રમમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષનાનેતાઓની પણ હાજરી મંચ પર જોવા મળી હતી. પરંતુ આ વખતે રાહુલ ગાંધીએ જે કરી દેખાડ્યું તે ભાજપ ક્યારેય કરી શકશે કે કેમ તે સવાલ છે. કારણ કે રાજસ્થાનમાં શપથવિધિ દરમિયાન પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે હાજર રહ્યા હતા. અને અશોક ગહેલોતે તેમની સાથે હાથ પણ મેળવ્યો હતો.

તો બીજી તરફ મધ્ય પ્રદેશમાં પણ શિવરાજસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા. અને શિવરાજને બહુમત ન મળ્યા છતાં હસતા મુખે દેખાયા હતા. ત્યારે ભાજપ સાથે આટલા મત્તાતંર હોવા છતાં ભાજપના નેતાઓને સાદર આમંત્રણ આપતા આ કોંગ્રેસની વિશેષતા દેખાઈ આવી હતી. જો કે ભાજપની ઉત્તર પ્રદેશમાં સરકાર બની ત્યારે સપાના મુલાયમ અને અખીલેશ મંચ પર દેખાયા હતા. પરંતુ જો સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણની વાત કરવામાં આવે તો ભાજપના ગણીને બે ચાર નેતાઓ જ દેખાયા હતા.

જો કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદારની ગરીમા અને પ્રતિભા તો અંગ્રેજોને પણ દિલમાં ઉતરી ગઈ હતી. અને સરદાર મહામાનવ હતા. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમયે વિપક્ષને ભૂલી જવું એ લોકતાંત્રિક છે કે નહીં તે વડાપ્રધાને ચિંતન કર્યા જેવી બાબત છે.

Related posts

રાહુલ ગાંધી પોતાની પાર્ટીને જ સંભાળી નથી શકતા, દેશ કેવી રીતે ચલાવશે: કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે

Mansi Patel

કલમ 370 કેન્સર હતું, જેણે કાશ્મીરનાં લોકોનું ઘણું લોહી વહાવ્યું: રક્ષા પ્રધાન રાજનાથ સિંહ

Riyaz Parmar

એન્ટી એલજીબીટી પ્રદર્શનકારીઓની સામે આવ્યા ગે કપલ અને પછી થયુ એવુ કે…

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!