GSTV

શું તાઇવાનનું સિલિકોન શીલ્ડ તેને ચીનના આક્રમણ સામે સુરક્ષિત રાખી શકે છે?

Last Updated on July 17, 2021 by Vishvesh Dave

તાઈવાન સિલિકોન શીલ્ડના આધારે દુનિયાની ચિપ્સ ઈન્ડસ્ટ્રીઝમાં રાજ કરે છે. તાઈવાનની ચિપ્સ દુનિયાના તમામ દેશમાં નિકાસ થાય છે. આવી સ્થિતિમાં ચીન તાઈવાન પર હુમલો કરે તો ચીનને તેની મોટી કિંમત ચુકવવી પડે..

તાઈવાનની ખાડીમાં સૈન્ય કાર્યવાહીની એટલી મોટી અસર થઈ શકે કે, તેનાથી ચીન અને અમેરિકા પણ બચી શકે તેમ નથી. 1996માં જ્યારે તાઈવાન અને ચીન વચ્ચે તણાવ પેદા થયો ત્યારે અમેરિકાએ યુદ્ધ વિમાન મોકલી તાઈવાનને મદદ કરી હતી. કેટલાક સંરક્ષણ નિષ્ણાતોનું માનવું છે કે, ચીનની સેના તાઈવાન પર હુમલો કરવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં ચીન જો તાઈવાન પર હુમલો કરશે તો તેની સૌથી મોટી કિંમત ચુકવવી પડશે. ચીન તાઈવાન પર કબજો કરે તો તેની સીધી અસર અમેરિકાને થઈ શકે છે. કેમ કે, તાઈવાન દુનિયામાં સૌથી વધારે ચિપ્સનું ઉત્પાદન કરે છે. અમેરિકા છેલ્લા કેટલાક દશકોથી તાઈવાનને મોટા પ્રમાણમાં હથિયાર આપી રહ્યુ છે. આ હથિયાર પણ ચીનની સેનાના હાથમાં આવી શકે છે.

વર્ષ 2001માં તત્કાલીન રાષ્ટ્રપતિ જોર્જ ડબ્લ્યૂ બુશે કહ્યુ હતુ કે, ચીનના હુમલાથી તાઈવાનને બચાવવા માટે અમેરિકા તમામ પ્રકારની મદદ માટે તૈયાર છે. 1996માં તાઈવાનની ખાડીમાં તણાવ પેદા થયો ત્યારે તત્કાલીન રાષ્ટ્રપતિ બિલ ક્લિંટને ચીનની ગતિવિધિ પર નજર રાખવા માટે બે યુદ્ધ વિમાન તૈનાત કર્યા હતા. તાઈવાનમાં તાઈવાન સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચર કંપની મોટા પ્રમાણમાં ચિપ્સ બનાવે છે. અને આ ચિપ્સ દુનિયાના મોટા ભાગના દેશમાં નિકાસ કરવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, ટીએસએમસી તાઈવાની એ કંપની છે જેનો આત્મા અમેરિકામાં વસે છે. કેમ કે, ટીએસએમસીના સંસ્થાપક મોરિસ ચાંગ અને મોટા ભાગના સીઈઓએ કોલેજનો અભ્યાસ અમેરિકામાં કર્યો છે. તેમણે અમેરિકાની કંપનીમાં લાંબા સમય સુધી કામ કર્યુ. તેઓ આજે પણ અમેરિકાના નાગરિક છે.

આજે દુનિયામાં કોઈપણ દેશ ટેક્નિકલ રીતે આત્મનિર્ભર બની શકે છે. પરંતુ સેમીકન્ડકટર્સમાં કોઈપણ દેશ આત્મનિર્ભય બની શકે તેમ નથી. તો બીજી તરફ ચીનની સરકાર વારંવાર ધમકી આપે છે કે, તાઈવાનને પોતાના તાકાતથી ચીનમાં ભેળવી દેવામાં આવશે. ચીને આપેલી અનેક ધમકી બાદ પણ ચીન તાઈવાન વિરૂદ્ધ કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી કરી શક્યું નથી. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે, તાઈવાનનું સિલિકોન શીલ્ડ કેટલું પ્રભાવી છે.

ALSO READ

Related posts

રાષ્ટ્રીયકૃત બેન્કોનો ઢંગધડા વિનાનો વહીવટ/ NPA ઘટાડવા 4 વર્ષમાં નફામાંથી રૂા.6.19 લાખ કરોડની જોગવાઈ કરી

Pravin Makwana

Oscars 2022/ ‘સરદાર ઉદ્યમ સિંહ’ અને ‘શેરની’ ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ, ભારતની કુલ 14 ફિલ્મોની પસંદગી

Damini Patel

ભારતની દિકરીએ વધાર્યુ ગૌરવ/ નીરા ટંડન બન્યા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના સ્ટાફ સેક્રેટરી, આ પદે પહોંચનારા પહેલા ભારતીય અમેરિકી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!