GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

પાણીપુરી જોઈને ભલભલાના મોંમાં પાણી આવી જાય, પણ શું પ્રેગનેટ મહિલાઓએ ખાવી જોઈએ પાણીપુરી ?

ગર્ભાવસ્થામાં મહિલાઓને ફૂડ ક્રેવિંગ ઘણુ હોય છે. માનવામાં આવે છે કે, આ સમય દરમિયાન મહિલાઓને ખાટી વસ્તુ ખાવાનો બહુ મન કરે છે અને પાણીપુરી તો તેમની ફેવરીટ હોય છે. જો કે, પ્રેગન્સીમાં ચાટ અથવા મસાલેદાર વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. પણ જો પ્રેગન્સીમાં પાણીપુરી ખાવાનુ મન થાય તો શું કરવું ?

પ્રેગનેટ મહિલાઓના મનમાં હંમેશા એવો સવાલ થાય છે કે, પ્રેગન્સીમાં પાણીપુરી ખાવી જોઈએ કે, નહીં અને પાણી પુરી ખાવાના ફાયદા અને નુકસાન શું થઈ શકે છે.

પ્રેગન્સીમાં પાણીપુરી ખાવી જોઈએ કે, નહીં

આમ જોઈએ તો, પ્રેગન્સીમાં મહિલાઓને ચાટ અથવા પાણી પુરી ખાવાથી રોકી શકાય નહીં પણ પ્રેગન્સીમાં મહિલાઓની ઈમ્યૂનિટી કમજોર થઈ જાય છે. એટલા માટે સંક્રમણ અને અન્ય બિમારીનો ખતરો વધી જાય છે. બિમાર પડવા પર તમારે દવા લેવી પડે છે જે ગર્ભસ્થ શિશૂ માટે નુકસાન પહોંચાડી શકે છે.

આ ઉપરાંત શરીર કેટલાય ફેરફારમાંથી પસાર થતું હોય છે અને પાણી પુરી ખાવાથી એસીડિટી અને છાતીમાં બળતરા થઈ શકે છે. એટલા માટે તમે પ્રેગનેંસીની શરૂઆતના મહિનામાં ચાટ અને પાણીપુરી ખાઈ શકો છો. પણ જો તમે પ્રેગન્સીમાં પાણીપુરી ખાવા માગો છો તો, અહીં બતાવેલી સાવચેતીનું ધ્યાન રાખવુ અતિ જરૂરી છે.

સાફ સફાઈ

હંમેશા સાફ સફાઈ વાળી જગ્યા પર જ પાણી પુરી ખાવી. કોઈ નવી જગ્યાએ ખાતા પહેલા થોડી અથવા ખૂબ ઓછી ખાવી. જો પહેલી વારમાં યોગ્ય લાગે તો, જ બીજી વાર ખાવી.

પાણીપુરીનું પાણી

પાણીપુરીનું પાણી અને મસાલેદાર પાણી ઝડપથી પેટ ખરાબ કરે છે. સારુ રહેશે કે, પાણીપુરી ખાતી વખતે ઓછી માત્રામાં પાણી પીઓ. કાચુ અથવા અડકચરુ પાકેલુ ખાવાથી બચો. જેના કારણે વાયરસ અથવા બેક્ટેરિયા ફેલાઈ શકે છે.

સ્ટ્રીટ ફૂડ

જો તમે કંઈક મસાલેદાર ખાવાનુ ઈચ્છો છો, તો આલૂ ટિક્કી અથવા છોલે ભટૂરે ખાઈ શકો છો. જે સારી રીતે પકાવેલા હોય છે એટલા માટે તે તબિયત માટે કાચુ અથવા અધકચરુ પાકેલુ ખાવાથી નુકસાન થઈ શકે છે. વળઈ જો તમને એસિડિટી અથવા છાતીમાં બળતરા જેવી બિમારી રહેતી હોય તો સ્ટ્રીટ ફૂડ ખાવાથી દૂર રહો.

હવામાનનું રાખો ધ્યાન

કહેવાય છે ચોમાસા દરમિયાન પાણીપુરી ખાવાથી બચવુ જોઈએ. આ સમયે દૂષિત પાણી વધારે આવે છે એટલા માટે આ મૌસમમાં સ્ટ્રીટ ફૂડ અને પાણી પુરી ખાવાથી બચવુ જોઈએ.

READ ALSO

Related posts

વડોદરામાં ભાજપના કદાવર નેતાનું કોરોનાથી મોત, 164 વિસ્તારો રેડમાંથી ઓરેન્જઝોનમાં આવ્યા

Harshad Patel

પેટાચૂંટણીની 8 બેઠકો કોંગ્રેસ જીતશે : અહીંથી ભાજપના થશે વળતાં પાણી, જનતાના આશીર્વાદથી વિરોધપક્ષ થયો મજબૂત

pratik shah

સુશાંતના નામે રિયાની પોસ્ટ, તને ગુમાવ્યાને 30 દિવસ થયા, જીવનભર કરીશ પ્રેમ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!