GSTV

અમર્ત્ય સેન પર બનેલી ડોક્યુમેન્ટ્રી વિવાદમાં ફસાઈ

Last Updated on July 13, 2017 by

નોબલ પ્રાઈઝ વિનર અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પર બનાવાયેલી એક ડોક્યુમેન્ટ્રી વિવાદમાં ફસાઈ છે. સેન્સર બોર્ડે આ ડોક્યુમેન્ટ્રીમાંથી ગાય, ગુજરાત અને હિંદુ ઈન્ડિયા હટાવવા માટે જણાવ્યું છે. પરંતુ અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પર બનેલી ડોક્યુમેન્ટ્રીના ફિલ્મકાર સુમન ઘોષે સેન્સર બોર્ડના નિર્દેશ મુજબના શબ્દોને હટાવવાનો ઈન્કાર કર્યો છે.

વિખ્યાત અર્થશાસ્ત્રી અમર્ત્યસેનના બહુચર્ચિત પુસ્તક પર બનેલી ડોક્યુમેન્ટ્રી ધ આર્ગ્યૂમેન્ટેટિવ ઈન્ડિયનમાં ઉપયોગ કરાયેલા કેટલાક શબ્દો સામે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ સીબીએફસીએ વાંધો વ્યક્ત કરીને તેને હટાવવાની માગણી કરી છે. કોલકત્તાના એક અર્થશાસ્ત્રી સુમન ઘોષે આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવી છે. તેમાં ગુજરાત, ગાય, હિંદુત્વ અને હિંદુ ઈન્ડિયા જેવા શબ્દો વાપરવામાં આવ્યા છે અને તેની સામે સેન્સર બોર્ડે વાંધો વ્યક્ત કર્યો છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, સેન્સર બોર્ડે ડોક્યુમેન્ટ્રીમાંથી સંબંધિત શબ્દોને હટાવવા અથવા તો બીપ કરી દેવા માટે તેમને યુ/એ સર્ટિફિકેટ આપવાની તૈયારી દર્શાવી છે. જો કે સુમન ઘોષે સેન્સર બોર્ડના નિર્દેશને માનવાનો ઈન્કાર કર્યો છે. આ ડોક્યુમેન્ટ્રી આ સપ્તાહે રિલિઝ થવાની હતી. પરંતુ હવે વિવાદને કારણે ફિલ્મ રિલિઝ થવાનું ખોરંભે ચઢે તેવી શક્યતા છે.

અમર્ત્યસેનના બહુચર્ચિત પુસ્તક ધ આર્ગ્યુમેન્ટેટિવ ઈન્ડિયન પર બે ભાગમાં ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવાઈ છે. તેનો એકભાગ 2002માં અને બીજો ભાગ 2017માં શૂટ કરાયો છે. ફિલામમાં ગુજરાત શબ્દનો ઉપયોગ અમર્ત્ય સેન દ્વારા કાર્નેલ યુનિવર્સિટીમાં આપેલા એક ભાષણમાં વાપરવામાં આવ્યો હતો. તેને ઘોષે પોતાની ફિલ્મમાં દર્શાવ્યો છે. ગાય શબ્દનો ઉપયોગ પણ તેમણે એક ચર્ચા દરમિયાન વાપર્યો હતો. હિંદુત્વ શબ્દનો ઉપયોગ કરતા અમર્ત્ય સેને કહ્યુ હતુ કે તેઓ ભારતને હિંદુત્વના ચશ્માથી જોતા નથી અને તેમની ભારત માટેની કલ્પના અલગ છે.

Related posts

પંજાબ કોંગ્રેસમાં ખટરાગ / પૂર્વ સીએમએ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓને ગણાવ્યા ‘અનુભવ વગરના બાળકો’

Pritesh Mehta

મુખ્તાર અંસારીએ ફરી ખખડાવ્યા કોર્ટના દરવાજા, પોતાના જીવ પર જોખમ હોવાનું આપ્યું નિવેદન

Pritesh Mehta

મોદી અમેરિકાની ટોપ કંપનીઓના CEOsની સાથે કરી મુલાકાત, વાઈબ્રન્ટ સ્ટાર્ટઅપ સેક્ટર મુદ્દે પણ ચર્ચા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!