GSTV
Fashion & Beauty Life Trending

શું વાળને ટ્રીમ કરાવવાથી તે ઝડપથી વધે છે? નિષ્ણાતો પાસેથી જાણો સત્ય

લાંબા અને સારા વાળ કોને ન ગમે, પરતું કેટલાક લોકો વારંવાર વાળ ટ્રીમ કરાવે છે.  તેમનો દાવો છે કે લાંબા વાળ મેળવવા માટે વાળને ટ્રીમ કરાવવું પડે છે. પરતું શું આ વાતમાં કોઈ તથ્ય છે કે કેમ ? તો ચાલો આ અહેવાલમાં આજે અમે વાત પર નિષ્ણોતનું શું કહેવું છે એ જણાવીશું

શું ટ્રીમ કરાવવાથી વધે છે વાળ

ડર્મેટોલોજિસ્ટ ડો.ત્રિશયકાએ જણાવ્યું હતું કે વાળને ટ્રિમ કરવાથી કે કાપવાથી તેની લંબાઈ વધતી નથી. વાળ કાપવાથી તમારા વાળના વિકાસને પ્રોત્સાહન મળતું નથી. વાળ ટ્રીમ કર્યા પછી તેનો ગ્રોથ વધુ સારું થશે અથવા લંબાઈ વધશે, આ માન્યતામાં કોઈ તથ્ય નથી. લાંબા અને સારા વાળ જોઈએ છે, તો તેની સારી કાળજી લેવી પડશે.

કેટલા વધે છે વાળ?

નોંધનીય કે વાળના ગ્રોથનો સરેરાશ દર 0.5 સેમીથી 1.7 સેમી છે. આ વ્યક્તિના ફોલિકલ અને સ્કેલ્પના સ્વાસ્થ્ય પર અને વાળની કાળજી લેવાની ટિપ્સ પર નિર્ભર કરે છે.  વાળના માટે જરૂરી છે કે સ્કેલ્પની સ્થિતિ સારી હોય અને પરિણામે વાળનો ગ્રોથ પણ સારો થશે. વાળને કાપવાથી તે થોડા સારા લાગે છે. વાળને ટ્રીમ કરાવાથી વ્યક્તિના વાળ નાના થઈ શકે છે પરતું વધશે નહિ.  

લાંબા વાળ મેળવવા માટે શું કરવું જોઈએ

લાંબા વાળ મેળવવા માટે જરૂરી છે કે પ્રોટીનયુક્ત ખોરાકને આહારમાં સામેલ કરવામાં આવે. આ સિવાય આહારમાં એમિનો એસિડ, વિટામિન્સ અને ઘણા પોષક ત્તત્વો હોવા જોઈએ. ત્વચા અને વાળને સ્વસ્થ રાખવામાં આહાર મહત્વનો ભાગ ભજવે છે.  હોર્મોનલ અસંતુલનને સુધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાય છે.

Related posts

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

ક્રૂડ ઓઈલ 15 મહિનાના નીચલા સ્તર પર, પેટ્રોલ- ડીઝલમાં રાહત ક્યારે ?

Vishvesh Dave

રોકાણકારોને સોનાએ કર્યા માલામાલ, ગોલ્ડે આપ્યું 5 વર્ષમાં 100% રિટર્ન, નિફ્ટીએ 55 ટકા જ્યારે સેન્સેક્સે 75 ટકા વળતર આપ્યું

GSTV Web News Desk
GSTV