GSTV
Health & Fitness Life Trending

Diabetes/ શું ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકે છે ડુંગળી? અહીં જાણો જવાબ

ડાયાબિટીસ એક અસાધ્ય રોગ છે, જેને યોગ્ય આહાર અને જીવનશૈલી દ્વારા જ નિયંત્રિત કરી શકાય છે. હેલ્થ એક્સપર્ટના મતે ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. આ સાથે તેઓએ સમયાંતરે તેમની બ્લડ સુગરની તપાસ પણ કરાવવી જોઈએ. આ સાથે ડાયાબિટીસના દર્દીઓએ કસરત પણ કરવી જોઈએ.

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓએ કઈ વસ્તુઓ ખાવી અને કઈ વસ્તુઓ ટાળવી. ઘણી બધી સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે સમસ્યાનું કારણ બની શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ડુંગળી ખાવી કે નહીં તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં રહે છે. તો ચાલો અહીં તમારી મૂંઝવણ દૂર કરીએ.

દરેક ઘરના રસોડામાં

ડુંગળીનો ઉપયોગ દરેક ઘરના રસોડામાં થાય છે. આ સિવાય તેને સલાડ તરીકે પણ ખાઈ શકાય છે. ડુંગળીમાં રહેલા ગુણોને કારણે આયુર્વેદમાં તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ થાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ, ફાઈબર અને વિટામિન સી જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.

ડાયાબિટીસના દર્દીઓ ડુંગળી ખાઈ શકે છે?

ડુંગળીમાં સોડિયમ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, વિટામિન એ અને ફોલેટ વગેરે પૂરતા પ્રમાણમાં હોય છે. હેલ્થ એક્સપર્ટના મતે ડુંગળીમાં ફ્લેવોનોઈડ હોય છે. તેનું સેવન શરીરમાં બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. આ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.

મળશે આ ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી ડુંગળી ખૂબ જ ફાયદાકારક છે. ડુંગળીમાં ફાઈબરની પૂરતી માત્રા શરીરની પાચન પ્રક્રિયાને સુધારવામાં મદદ કરે છે. આ સાથે, તે આપણું પાચન બરાબર રાખે છે અને વજન ઘટાડવા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે શરીરને ઉર્જા પ્રદાન કરવાની સાથે હૃદયને રોગોથી પણ બચાવે છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV