GSTV
Home » News » આ સમયે બિલકુલ ના બાંધો શારીરિક સંબંધો, ક્યારેક ફાયદો તો ક્યારેક બહુ મોટો પસ્તાવો થશે

આ સમયે બિલકુલ ના બાંધો શારીરિક સંબંધો, ક્યારેક ફાયદો તો ક્યારેક બહુ મોટો પસ્તાવો થશે

મહિલાઓને મોટાભાગે ગર્ભાવસ્થા અને માસિકને લઈ ગેરસમજ હોય છે. મહિલાઓમાં એવી માન્યતા છે કે, માસિકના દિવસો દરમિયાન સેક્સ કરવાથી ગર્ભાવસ્થા રહેતી નથી. પરંતુ આ એક ભુલભરેલી માન્યતા છે. માસિક દરમિયાન સેક્સ કરવાથી પણ ગર્ભ રહી શકે છે. સરળ ભાષામાં સમજીએ તો માસિક સમયે અનપ્રોટેક્ટેડ સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે.

ગર્ભધારણની પ્રક્રિયા

જ્યારે પુરુષના સ્પર્મ મહિલાના એગ્સ સાથે મળે છે ત્યારે ગર્ભધારણ થાય છે. મહિલાની ઓવરીમાંથી એગ્સ દર મહિને નીકળે છે. આ એગ્સ 12થી 24 કલાક શરીરમાં જીવિત રહે છે. પરંતુ પુરુષના સ્પર્મ 3થી 5 દિવસ જીવિત રહે છે.

સામાન્ય રીતે મહિલાનું માસિક ચક્ર 28 દિવસનું હોય છે. તેમાં એગ્સ રિલીઝ 12,13,14માં દિવસે થાય છે. આ દરમિયાન સેક્સ કરવાથી જો સ્પર્મ એગ્સને મળી જાય તો ગર્ભ રહે છે.

માસિક દરમિયાન ગર્ભાવસ્થા

મહિલાઓને ઓવ્યૂલેશન દરમિયાન પણ બ્લીડિંગ થાય છે. ક્યારેક વજાઈનલ બ્લીડિંગને મહિલાઓ માસિક સમજી લે છે. માસિક ચાલે છે અને ગર્ભ નહીં રહે તેવું માની સેક્સ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધી જાય છે. પુરુષના સ્પર્મ મહિલાના શરીરમાં 3 દિવસ સુધી જીવિત રહે છે. તેથી માસિક ચાલતું હોય ત્યારે કરેલા સંભોગથી ગર્ભ રહી શકે છે.

Related posts

તણાવને દૂર કરવો હોય તો અપનાવો આ ટીપ્સ, હ્રદય અને મન રહેશે ખુશ

pratik shah

પાચનશક્તિને વધારવામાં ખૂબ જ ફાયદાકારક છે ‘મગનીદાળ અને પાલકનું સુપ’

Ankita Trada

વજન ઓછુ કરવા માટે જિમની મસમોટી ફી નથી ભરવી, તો આ ટ્રીકને અજમાવી બનો પાતળી પરમાર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!