મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ટેક્વોન્ડો સ્પર્ધામાં એ વન ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીનીની ગૌરવપૂર્ણ સિદ્ધિ

ટેક્વોન્ડો સ્પર્ધામાં એ વન ઝેવિયર્સ સ્કૂલની વિદ્યાર્થીનીની ગૌરવપૂર્ણ સિદ્ધિ — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

અમદાવાદ, તા. ૨ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ૯મી ગુજરાત રાજ્ય મુક્ત ટેક્વોન્ડો ટુર્નામેન્ટ – ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાની ધોરણ ૫-ની વિદ્યાર્થીની ધૃતિ ભરતભાઈ દામાએ અંડર-૧૪ કન્યા વિભાગની ટેક્વોન્ડો પૂમસે સ્પર્ધામાં ડિસ્ટ્રિક્ટ કક્ષાએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ટ્રોફી મેળવી હતી. ધૃતિ ભરતભાઈ દામાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેમની આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારે હાર્દિક અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી છે.