મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ગાંધી જયંતિ નિમિત્તે એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે સ્વચ્છતા અને ગાંધી વિચારોનો સંદેશ

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

અમદાવાદ, તા. 2 ઓક્ટોબર 2026 : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીના વિચારો અને સ્વચ્છતાનો સંદેશ આપતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. વિદ્યાર્થીએ ગાંધીજીના વેશમાં સજ્જ થઈ તેમની સાદગી અને વ્યક્તિત્વને રજૂ કર્યું, જ્યારે અન્ય વિદ્યાર્થીઓએ 'બુરું ન જુઓ, બુરું ન સાંભળો અને બુરું ન બોલો'નો સંદેશ વિવિધ હાવભાવ દ્વારા રજૂ કર્યો. સાથે જ વિદ્યાર્થીઓએ સાવરણી લઈને શાળાના પરિસરમાં સ્વચ્છતા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ “સ્વચ્છ શાળા – સ્વચ્છ સમાજ – સ્વચ્છ ભારત” તથા ગાંધીજીના સ્વચ્છતા અને સદ્વિચારના સંદેશને આત્મસાત કરવાનો સંકલ્પ કર્યો.