કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
ખેલ મહાકુંભમાં ઓજસ અને ગીતા ગર્લ્સ વિદ્યાલયની કબડ્ડી ટીમની શાનદાર સિદ્ધિ
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : Ojas & Geeta Girls Vidhyalaya, Naroda
નરોડા, અમદાવાદ : ઓજસ વિદ્યાલય અને ગીતા ગર્લ્સ: વિદ્યાલયની અંડર-14 કબડ્ડી ટીમે ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કરી વોર્ડ કક્ષાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ શાનદાર સિદ્ધિ સાથે ટીમની ઝોન કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની મહેનત, ટીમવર્ક અને રમત પ્રત્યેના સમર્પણને સૌએ બિરદાવ્યું હતું. આ સફળતા પાછળ કોચ ચેતન વાગેલા અને કોચ ધર્મેશ વણજારાના સતત માર્ગદર્શન, તાલીમ અને અથાગ મહેનતનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
વિદ્યાલય પરિવાર દ્વારા તમામ ખેલાડીઓ તેમજ બંને કોચને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આગામી ઝોન કક્ષાની સ્પર્ધા માટે ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.