કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકો માટે ‘ચિત્ર સ્પર્ધા 2026’નું આયોજન
રિપોર્ટેડ બાય: મંત્ર ફાઉન્ડેશન, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : મંત્ર ફાઉન્ડેશન
સર્જનાત્મકતાને મળ્યું પાંખોનું આકાશ, વિવિધ વિભાગોમાં વિજેતા બાળકોની જાહેરાત
રાજકોટ: દિવ્યાંગ બાળકોમાં રહેલી સર્જનાત્મકતા, કલાત્મક પ્રતિભા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવાના હેતુથી મંત્ર ફાઉન્ડેશન તથા એજીયાસ ફેડરલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડના સંયુક્ત ઉપક્રમે ચિત્ર સ્પર્ધા 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલ્પનાશક્તિ અને કળાનું સુંદર પ્રદર્શન કર્યું હતું.
બાળકોને તેમની ઉંમર અને ક્ષમતા અનુસાર બે વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા હતા. સ્પર્ધાના અંતે બંને વિભાગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિજેતા બાળકોના નામ જાહેર કરવામાં આવ્યા હતા.
નાના બાળકોનો વિભાગ
પ્રથમ સ્થાન: સાદરિયા આર્ય
દ્વિતીય સ્થાન: દેપાણી કેયાન અને પટેલ કેસરી
તૃતીય સ્થાન: લીંબાસિયા શ્રેયા અને રાણિપા હેન્સી
મોટા બાળકોનો વિભાગ
પ્રથમ સ્થાન: ડવેરા રુદ્ર
દ્વિતીય સ્થાન: ભરાડ હિરવા અને ચૌહાણ સોમેશ્વર
તૃતીય સ્થાન: શિંદે ઋષિકા અને પીપલવા માહિન
ચિત્ર સ્પર્ધા દરમિયાન બાળકોએ રંગો અને રેખાઓના માધ્યમથી પોતાની કલ્પનાઓને કાગળ પર ઉતારી અનોખી સર્જનાત્મકતા દર્શાવી હતી. સ્પર્ધાએ બાળકોમાં આનંદ સાથે આત્મવિશ્વાસ અને પોતાની પ્રતિભા રજૂ કરવાની તક પણ પૂરી પાડી હતી.
મંત્ર ફાઉન્ડેશન તથા એજીયાસ ફેડરલ લાઈફ ઈન્સ્યુરન્સ કંપની લિમિટેડ દ્વારા તમામ વિજેતા બાળકો તેમજ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેનાર તમામ બાળકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી





