મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એથ્લેટિક્સ સ્પર્ધામાં A One Xavier’s Schoolની નંદિની રાજપૂતની સિદ્ધિ

એથ્લેટિક્સ સ્પર્ધામાં A One Xavier’s Schoolની નંદિની રાજપૂતની સિદ્ધિ — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

*એથ્લેટિક્સ સ્પર્ધામાં A One Xavier’s Schoolની નંદિની રાજપૂતની સિદ્ધિ* 
અમદાવાદ ખાતે મહાજન શક્તિદળ, અમદાવાદ–રાજપીપળા દ્વારા SLU & H.P. ઠાકોર કોમર્સ કોલેજ, વુમન એલિસબ્રિજ, અમદાવાદ ખાતે તા. 27 સપ્ટેમ્બર 2026, રવિવારના રોજ ઓપન મહિલા તથા U-17 ગર્લ્સ એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધાની U-17 કેટેગરીમાં *A One Xavier’s School, નરોડાની ધોરણ 8ની વિદ્યાર્થીની નંદિની રાજપૂતે 5 કિમી દોડમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું* .
નંદિનીને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ *સિલ્વર મેડલ તથા પ્રમાણપત્ર* એનાયત કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીનીની આ સિદ્ધિ બદલ A One Xavier’s School પરિવાર દ્વારા નંદિની રાજપૂતને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવા બદલ કોચ ચેતન સરના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યું હતું.
શાળા પરિવાર નંદિનીને ભવિષ્યની તમામ સ્પર્ધાઓ માટે શુભેચ્છાઓ પાઠવે છે.