મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

ક્લસ્ટર કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ

ક્લસ્ટર કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

*ક્લસ્ટર કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ* 
નરોડા: એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાના વિદ્યાર્થીઓએ Viksit Bharat 2047 – Seva Sankalp Abhiyan 2026 અંતર્ગત યોજાયેલી ક્લસ્ટર કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
સ્પર્ધામાં વિવિધ વયજૂથની કેટેગરીમાં શાળાના ત્રણ વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી હતી.
ધોરણ 6 થી 8 કેટેગરીમાં *ધોરણ 6ના વિદ્યાર્થી કહાન વરુણભાઈ બારોટએ દ્વિતીય ક્રમ* પ્રાપ્ત કર્યો હતો.
ધોરણ 9 થી 10 કેટેગરીમાં *ધોરણ 9ની વિદ્યાર્થીની શ્રેયા જિગ્નેશકુમાર અમીનએ પ્રથમ ક્રમ* પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.
જ્યારે ધોરણ 11 થી 12 કેટેગરીમાં *ધોરણ 11ની વિદ્યાર્થીની અનુષ્કા સુનીલ લચ્છવાણીએ પણ પ્રથમ ક્રમ* પ્રાપ્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ તેમના આત્મવિશ્વાસ, વક્તૃત્વ કૌશલ્ય, મહેનત અને સમર્પણનું પ્રતિબિંબ છે. શાળા પરિવાર દ્વારા ત્રણેય વિજેતા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાગૌરવ અમારા સિદ્ધિશીલ વિદ્યાર્થીઓનું!