મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

બોરસદ ખાતે સરકારી શાળાના શિક્ષકોશ્રીઓ ના ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા માટે રાષ્ટ્ર નિર્માતા એવોર્ડ – 2026

શાળા/કોલેજ : રોટરી ક્લબ બોરસદ સનસિટી

બોરસદ તારીખ  ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ,રોટરી કલબ ( સનસિટી),બોરસદ ડિસ્ટ્રિક્ટ 3060 &  ઈનર વ્હીલ ક્લબ,બોરસદ ડિસ્ટ્રિક્ટ 306 દ્વારા પ્રગતિ મંડળ, બોરસદ ખાતે સરકારી શાળાના શિક્ષકોશ્રીઓ ના ઉત્કૃષ્ટ કાર્યને બિરદાવવા માટે રાષ્ટ્ર નિર્માતા એવોર્ડ – 2026નું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમ અંતર્ગત 15 શિક્ષકોને નેશનલ બિલ્ડર એવોર્ડ, 6 શાળાઓને બેસ્ટ સ્કૂલ એવોર્ડ તથા 2 વ્યક્તિઓને વોકેશનલ એવોર્ડ એનાયત કરી તેમના શિક્ષણક્ષેત્ર તથા સમાજ પ્રત્યેના યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય અતિથિ બોરસદ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પૂર્વીબેન પટેલ તથા વિશિષ્ટ અતિથિઓ ડો. બલવંતભાઈ પ્રજાપતિ (પ્રગતિ મંડળ, બોરસદ ), શ્રી ઈશ્વરભાઈ ડી. પટેલ (નિવૃત્ત ચીફ ઓફિસર) અને શ્રી હેમંગભાઈ ઠક્કર (AG રોટરી ક્લબ 3060) ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત પ્રાથમિક અને પ્રી-પ્રાયમરી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના, સ્વાગત ગીત અને શ્લોકોની રજૂઆતથી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની મનમોહક રજૂઆતથી સમગ્ર વાતાવરણ આનંદમય અને ભાવસભર બની ગયું હતું.આ પ્રસંગે રોટરી ક્લબના પ્રમુખ રો.જયેશ રાણા, સેક્રેટરી રો.હેમંત મહિડા, ઈનર વ્હીલ ક્લબના પ્રમુખ શ્રીમતી સ્નેહલ રાણા તથા સેક્રેટરી શ્રીમતી હંસાબા સરવૈયા સહિત ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ક્લબના સભ્યોમાં રો.સ્નેહલભાઈ શાહ, રો.શૈલેષગીરી ગોસાઈ, રો.પ્રવીણભાઈ, In.રાજેશ્રીબેન પટેલ, In.મંજુબેન શાહ, In.અસ્મિતા પટેલ, In.ખુશ્બુ રાણા અને In.ડિમ્પલ પટેલ સહિતના સભ્યોની ઉપસ્થિતિ રહી હતી. વિવિધ શાળાઓના શિક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રીમતી મિતાલી બેન તથા બોરસદ પ્રગતિ મંડળના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે આપેલા સહયોગ બદલ રોટરી ક્લબ અને ઈનર વ્હીલ ક્લબ દ્વારા બોરસદ પ્રગતિ મંડળનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.શિક્ષક માત્ર જ્ઞાન આપનાર નથી, પરંતુ રાષ્ટ્રના ભવિષ્યનું ઘડતર કરનાર સાચો રાષ્ટ્રનિર્માતા છે. શિક્ષકોના ઉત્કૃષ્ટ કાર્યને સન્માનિત કરતો આ કાર્યક્રમ શિક્ષણના ક્ષેત્રમાં પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનારો સાબિત થયો હતો.