કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
નરોડાની એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગણપતિ બાપ્પાની ભક્તિભાવપૂર્વક ઉજવણી
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
*નરોડાની એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગણપતિ બાપ્પાની ભક્તિભાવપૂર્વક ઉજવણી*
નરોડાની એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગણેશ ચતુર્થી નિમિત્તે ગણપતિ બાપ્પાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ સુંદર મરાઠી પરંપરાગત વેશભૂષા ધારણ કરી કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર શાળા પરિસર ભક્તિમય બની ગયું હતું. પરંપરાગત વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ અને મહારાષ્ટ્રીયન પરંપરાની સુંદર ઝલક રજૂ કરી હતી. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને તહેવારો પ્રત્યે આદર તથા સંસ્કારની ભાવના વિકસે તેવો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.