કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
બોરસદમાં જે.ડી.આર પટેલ કન્યા વિદ્યાલયમાં માટીના ગણેશજી બનાવવાની સ્પર્ધાનું આયોજન
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 3
શાળા/કોલેજ : જે.ડી આર પટેલ કન્યા વિદ્યાલય,બોરસદ
બોરસદ: જેડી આર પટેલ કન્યા વિદ્યાલય, બોરસદ ખાતે Inner Wheel Club of Borsad Suncity દ્વારા વિદ્યાર્થીનીઓમાં સર્જનાત્મકતા, કલાત્મકતા તથા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી માટીના ગણેશજી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં કુલ 22 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીનીઓએ માટીમાંથી સુંદર અને કલાત્મક ગણેશજીની મૂર્તિઓ બનાવી પોતાની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર 8 વિજેતા વિદ્યાર્થીનીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે Inner Wheel Club of Borsad Suncityનાં પ્રમુખ શ્રીમતી Snehal Rana, સેક્રેટરી શ્રીમતી Hansaba Sarvaiya, Rotary Clubના પ્રમુખ શ્રી Jayesh Rana, શાળાના આચાર્ય શ્રી S. K. Sharma, Jaydevbhai Rana, Hiteshbhai Gosai તેમજ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પર્ધાના સંચાલક તરીકે શ્રીમતી Sarojben Thakore અને શ્રીમતી Paruben Ataliyaએ સુંદર કામગીરી કરી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



