કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે ‘વિકસિત ભારત 2047’ અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા આપવામાં આવેલ પરિપત્ર અને માર્ગદર્શિકા અનુસાર, એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે ‘વિકસિત ભારત 2047 : સેવા સંકલ્પ અભિયાન 2026' અંતર્ગત ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘વિકસિત ભારત 2047’ તથા ‘સેવા અને સુશાસન’ થીમ આધારિત સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ચિત્ર અને વક્તૃત્વ દ્વારા વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ સંરક્ષણ, સુશાસન અને રાષ્ટ્ર વિકાસ જેવા વિવિધ વિષયો પર પોતાની સર્જનાત્મકતા અને વિચારો રજૂ કર્યા હતા.
આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય જાગૃતિ, સર્જનાત્મકતા, અભિવ્યક્તિ કૌશલ્ય અને સામાજિક જવાબદારી વિકસાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો.





