મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એ વન ઝેવિયર્સ સ્કૂલના બે સ્પોર્ટ્સ કોચનું ગૌરવપૂર્ણ સન્માન

એ વન ઝેવિયર્સ સ્કૂલના બે સ્પોર્ટ્સ કોચનું ગૌરવપૂર્ણ સન્માન — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

અમદાવાદ, નરોડા: એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા માટે ગૌરવની વાત છે કે શાળાના સ્પોર્ટ્સ કોચ ચેતન વાઘેલા સાહેબ અને ધર્મેશ વણજારા સાહેબને મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય ખેલ મહોત્સવ 2.0 દરમિયાન રમતગમત ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન, સમર્પણ અને પ્રતિબદ્ધતા બદલ Certificate of Appreciation એનાયત કરવામાં આવ્યું હતું.   વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રસ અને ઉત્સાહ વધારવા તેમજ તેમની રમતગમત પ્રતિભાને યોગ્ય માર્ગદર્શન આપી વિકસાવવામાં બંને કોચનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમની મહેનત, માર્ગદર્શન અને રમતગમત ક્ષેત્રે સતત સેવાઓની પ્રશંસા રૂપે મળેલું આ સન્માન સમગ્ર એ વન ઝેવિયર્સ સ્કૂલ પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. શાળા પરિવાર દ્વારા બંને કોચને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.