કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
અમદાવાદ: નરોડા ખાતે આવેલી એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે તા. 9 સપ્ટેમ્બર 2026, બુધવારના રોજ SNME (શ્રી એન.એમ. ઝાલા એજ્યુકેશન કેમ્પસ) દ્વારા વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં આત્મરક્ષા, આત્મવિશ્વાસ, સતર્કતા અને શિસ્ત જેવા ગુણોનો વિકાસ થાય તે હેતુથી આયોજિત આ તાલીમમાં આશરે 100 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન કોચ જય ભરડવા, Judge – Karate India Organization તથા Black Belt Martial Artist, દ્વારા વિદ્યાર્થીઓને આત્મરક્ષાની વિવિધ તકનીકો અંગે માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ તાલીમ દરમિયાન ઉત્સાહપૂર્વક વિવિધ સેલ્ફ ડિફેન્સ ટેકનિક્સ શીખી હતી.
આ પ્રસંગે એ વન ઝેવિયર્સ સ્કૂલના આચાર્યશ્રીની ઉપસ્થિતિ રહી હતી. તેમણે વિદ્યાર્થીઓને આત્મરક્ષાની તાલીમના મહત્વ અંગે પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓને મુશ્કેલ પરિસ્થિતિમાં સજાગ, આત્મવિશ્વાસપૂર્ણ અને જવાબદારીપૂર્વક નિર્ણય લેવામાં સક્ષમ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. SNME કેમ્પસ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુરક્ષા અંગે જાગૃતિ વધારવા માટે આવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
