મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એ વન ઝેવિયર્સ સ્કૂલના મેહતા મોહિલની ચેસ સ્પર્ધામાં સિદ્ધિ

એ વન ઝેવિયર્સ સ્કૂલના મેહતા મોહિલની ચેસ સ્પર્ધામાં સિદ્ધિ — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

અમદાવાદ, 6 સપ્ટેમ્બર 2026: એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાના ધોરણ-7ના વિદ્યાર્થી મેહતા મોહિલે ઓરિએન્ટ ક્લબ ખાતે અમદાવાદ ચેસ એસોસિએશન દ્વારા આયોજિત આંતરશાળા ચેસ ટુર્નામેન્ટ-2026માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને 8મો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ધોરણ 5થી 8ના ગ્રુપ-બી કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધામાં કુલ 63 ખેલાડીઓએ ભાગ લીધો હતો. મોહિલે શાનદાર રમતપ્રદર્શન કરીને 8મો ક્રમ પ્રાપ્ત કરી ટ્રોફી મેળવી હતી.   મોહિલની આ સિદ્ધિ બદલ એ વન ઝેવિયર્સ સ્કૂલ પરિવાર દ્વારા તેને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તથા ભવિષ્યમાં ચેસ ક્ષેત્રે વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.