મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

શિક્ષક દિનની ઉજવણી

શિક્ષક દિનની ઉજવણી — ફોટો 1

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

*શિક્ષક દિનની ઉજવણી* 

   *એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે 5મી સપ્ટેમ્બરના રોજ* *ભારતના મહાન શિક્ષણવિદ* અને *ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની* જન્મજયંતિ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા ભજવી, વર્ગખંડમાં જઈ વિવિધ વિષયોનું શિક્ષણ આપ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી, મહેનત અને શિક્ષણ કાર્યનો અનુભવ મેળવવાની સુંદર તક મળી હતી. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે વર્ગ સંભાળ્યો હતો. શાળાના શિક્ષકમંડળે વિદ્યાર્થીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ આનંદદાયક, પ્રેરણાદાયી અને શૈક્ષણિક રહ્યો હતો.