મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એ વન ઝેવિયર્સ સ્કૂલના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની LOTTE India – Havmor Ice Creamની ઔદ્યોગિક મુલાકાત

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

*એ વન ઝેવિયર્સ સ્કૂલના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓની LOTTE India – Havmor Ice Creamની ઔદ્યોગિક મુલાકાત* 

અમદાવાદ, નરોડા: એ વન ઝેવિયર્સ સ્કૂલ દ્વારા ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ માટે નરોડા GIDC ખાતે આવેલી LOTTE India – Havmor Ice Creamની ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમર્સ વિષયને માત્ર પાઠ્યપુસ્તક પૂરતો મર્યાદિત ન રાખી વિદ્યાર્થીઓને વાસ્તવિક વ્યવસાયિક અને ઔદ્યોગિક જગતનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે હેતુથી આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. એ વન ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને કોમર્સ વિષયનું સંપૂર્ણ પ્રેક્ટિકલ જ્ઞાન અને વાસ્તવિક જીવન સાથે જોડાયેલું શિક્ષણ આપવામાં આવે છે.    મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ આઇસક્રીમના ઉત્પાદનની વિવિધ પ્રક્રિયાઓ, કાચા માલના ઉપયોગ, ઉત્પાદન વ્યવસ્થા, ગુણવત્તા નિયંત્રણ, પેકેજિંગ, સ્ટોરેજ, માર્કેટિંગ અને વિતરણ વ્યવસ્થા અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી. વિદ્યાર્થીઓએ ઉદ્યોગના વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ કરી અને વર્ગખંડમાં શીખેલા કોમર્સના સિદ્ધાંતોનો વાસ્તવિક ઉદ્યોગ સાથેનો સંબંધ સમજ્યો. આ મુલાકાતથી વિદ્યાર્થીઓને ઉદ્યોગ કેવી રીતે કાર્ય કરે છે, ઉત્પાદનથી લઈને ગ્રાહક સુધી વસ્તુ કેવી રીતે પહોંચે છે અને વ્યવસાયમાં વિવિધ વિભાગો કેવી રીતે કાર્ય કરે છે તેની પ્રાયોગિક સમજ મળી. વિદ્યાર્થીઓ માટે આ ઔદ્યોગિક મુલાકાત અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી રહી. આવી પ્રવૃત્તિઓ દ્વારા એ વન ઝેવિયર્સ સ્કૂલ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ નહીં પરંતુ પ્રેક્ટિકલ નોલેજ, બિઝનેસ સમજ અને ભવિષ્યલક્ષી કોમર્સ શિક્ષણ પ્રદાન કરવા માટે સતત પ્રયત્નશીલ છે.