કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકો માટે મેથ્સ વીકનું આયોજન
રિપોર્ટેડ બાય: મંત્ર ફાઉન્ડેશન, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 2
શાળા/કોલેજ : મંત્ર ફાઉન્ડેશન
મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકો માટે “મેથ્સ વીક”નું આયોજન. દિવ્યાંગ બાળકોમાં ગણિત વિષય પ્રત્યે રસ અને સમજ વિકસે તેમજ રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ કરી શકે તે હેતુથી મંત્ર ફાઉન્ડેશનના વિશેષ બાળકો માટે “મેથ્સ વીક”નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સપ્તાહ દરમિયાન બાળકોને તેમની ક્ષમતા અને સમજના સ્તર પ્રમાણે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા ગણિત શીખવવામાં આવ્યું. જેમાં અંક ઓળખ, ગણતરી, વસ્તુઓની ગણતરી, સરખામણી, આકારોની ઓળખ, ચલણી નોટ અને સિક્કાની ઓળખ, સમય અને ઘડિયાળ, સરવાળા-બાદબાકી તથા ખરીદી-વેચાણ જેવી જીવનલક્ષી ગણિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી.
ગણિતને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું ન રાખીને બાળકોને પ્રત્યક્ષ અનુભવ મળે તે માટે રમતો, ચાર્ટ, ફ્લેશ કાર્ડ, વસ્તુઓ અને રોલ-પ્લે જેવી રસપ્રદ પદ્ધતિઓનો ઉપયોગ કરી ગણિત સમજાવવામાં આવ્યું. “દુકાન-બજાર” જેવી પ્રવૃત્તિ દ્વારા બાળકોને પૈસાની ઓળખ, વસ્તુની કિંમત સમજવી અને ચુકવણી કરવી જેવી રોજિંદા જીવનની જરૂરી કુશળતાઓ શીખવવામાં આવી. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ બાળકોમાં ગણિત પ્રત્યેનો ભય દૂર કરી આત્મવિશ્વાસ વધારવો, તર્કશક્તિ વિકસાવવી અને સ્વાવલંબન તરફ આગળ વધારવાનો છે. મંત્ર ફાઉન્ડેશન દ્વારા શિક્ષણની સાથે જીવનલક્ષી અને વ્યવહારુ તાલીમ પર સતત ભાર મૂકવામાં આવે છે. “મેથ્સ વીક” પણ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ અને ઉપયોગી પહેલ બની રહી છે.


