મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એ વન ઝેવિયર્સ સ્કૂલમાં ઉત્સાહભેર ઓણમની ઉજવણી

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

*એ વન ઝેવિયર્સ સ્કૂલમાં ઉત્સાહભેર ઓણમની ઉજવણી* 

  નરોડા સ્થિત એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ઓણમ પર્વની આનંદ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને ઓણમની સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરી હતી. ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ વિવિધ રંગોના ફૂલોનો ઉપયોગ કરીને સુંદર અને વિશાળ પુષ્પ રંગોળી (પૂકલમ) તૈયાર કરી હતી. રંગોળીના કેન્દ્રમાં દીપ પ્રગટાવીને ઓણમ પર્વની શુભ શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ટીમવર્કે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.   આ પ્રસંગે *શાળાના ચેરમેન નરેન્દ્રસિંહ ઝાલા, એડમિનિસ્ટ્રેટિવ ટ્રસ્ટી શ્રીમતી ગીતાબેન ઝાલા* અને આચાર્યશ્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનાત્મકતાને બિરદાવ્યા હતા. ઓણમની આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓથી પરિચિત કરાવવાની સાથે “ *વિવિધતામાં એકતા”** નો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો.