મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

શ્રી આર્યસમાજ -જામનગર દ્વારા સ્વાતંત્ર્ય દિવસ સમારોહ

શ્રી આર્યસમાજ -જામનગર દ્વારા સ્વાતંત્ર્ય દિવસ સમારોહ — ફોટો 1

શાળા/કોલેજ : શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગર

શ્રી આર્યસમાજ – જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગર માં ૮૦ માં સ્વાતંત્ર્ય દિવસ ની સમારોહ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ સમારોહ શ્રી આર્યસમાજ – જામનગર, શ્રી બૃહદ્ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભા, જામનગર જીલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મહામંત્રી  દીપકભાઈ ઠક્કરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો અને શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય - જામનગરના આચાર્યા  પ્રફુલ્લાબેન રૂપડીયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું.   

આ સમારોહમાં અધ્યક્ષીય ઉદબોધન  દીપકભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલ, જેમાં ભારતની આઝાદીમાં વિસરાયેલા આર્યસમાજના રત્નોને યાદ કરવામાં આવ્યા અને જામનગરના પણ બે આર્યસમાજિષ્ટો સ્મૃતિશેષ  ગોકળદાસ હીરજી ઠક્કર અને સ્મૃતિશેષ  દામજી રામજી મહેતાના યોગદાનને પણ સ્મરણ કરવામાં આવ્યું અને આપણા નાગરિક તરીકેના કર્તવ્યોની પણ યાદી આપી.

આ કાર્યક્રમ માં શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા શોર્ય ગીત રજુ કરવામાં આવ્યું. ત્યારબાદ શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ વિદ્યાર્થીનીઓ ની દેશભક્તિ ગીત સ્પર્ધા યોજવામાં આવેલ હતી અને તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓને પુરસ્કાર આપવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ શ્રી આર્યસમાજ – જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી ધવલભાઈ બરછા, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય ના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યાશ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા અને પ્રાથમિક વિભાગના આચાર્યા  સંગીતાબેન મોતીવરસ ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો.

     આ સમારોહમાં શ્રી આર્યસમાજ – જામનગર ના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, કોષાધ્યક્ષ વિનોદરાય નાંઢા, ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ, પુસ્તકાધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, અંતરંગ સદસ્યો આશાબેન ઠક્કર, સુનીતાબેન ખન્ના, વિશ્વાસભાઈ ઠક્કર, વિજયભાઈ નાંઢા, રાધાબેન નાંઢા,  ધાર્મીબેન નાંઢા, મહેશભાઈ ખન્ના અને  ઉમેદભાઈ પીઠડીયા તેમજ શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકાબહેનો, વહીવટી કર્મચારીઓ, સેવક ભાઈ - બહેનો ઉપસ્થિત રહ્યા હતા.