કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શ્રી આર્યસમાજ જામનગર સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગરના વર્ગખંડો નું અર્પણ
રિપોર્ટેડ બાય: શ્રી પ્રફુલ્લાબેન એન. રૂપડીયા, જામનગરપ્રકાશિત :

શાળા/કોલેજ : શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય જામનગર
શ્રી આર્યસમાજ – જામનગર અંતર્ગત આર્ય વિદ્યાસભા – જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગરની વિદ્યાર્થીનીઓના ઉપયોગ માટે અદ્યતન, સુવિધાસધર નવીનીકરણ કરેલને વર્ગખંડોને જામનગર જીલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને જામનગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલભાઈ મહેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ ના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં.
ઉપરોક્ત કાર્યક્રમમાં કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટી અને જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ કરશનભાઈ ડાંગર, સ્વ. હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરીયલ ટ્રસ્ટ (જી.ડી.શાહ હાઈસ્કુલ-જામનગર)ના ટ્રસ્ટી, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના માનદ્દ મંત્રીના જતીનભાઈ શાહ, જામનગર જીલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ મહેશભાઈ મુંગરા, જામનગર શહેર આચાર્ય સંઘના પ્રમુખ અજયસિંહ ગોહિલ, જામનગર જીલ્લા વહીવટી સંઘના પ્રમુખ આદેશભાઈ મહેતા, જામનગર જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકના પ્રમુખ જયકુમાર રાઠોડ, આર્યસમાજ રાજકોટના માનદ્દમંત્રી વિજયભાઈ બોરીચા, આર્યસમાજ - નડીયાદના મેનેજીંગ ટ્રસ્ટી દિનેશચંદ્ર આર્ય, આર્યસમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય, મંત્રી કાંતિલાલભાઈ જુંગી, આર્યસમાજ – જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણ, માનદ્ મંત્રી ધવલભાઈ બરછા, ઉપમંત્રી મનોજભાઈ નાંઢા, કોષાધ્યક્ષ વિનોદરાય નાંઢા, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલય – જામનગર માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના આચાર્યા પ્રફુલ્લાબેન રૂપડીયા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો.
