કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એ-વન ઝેવિયર્સ સ્કૂલના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ‘બિઝનેસ આઈડેન્ટિટી, લોગો અને ટ્રેડમાર્ક’ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 3
શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
*એ-વન ઝેવિયર્સ સ્કૂલના ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓએ ‘બિઝનેસ આઈડેન્ટિટી : લોગો અને ટ્રેડમાર્ક’ પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો*
અમદાવાદ, નરોડા : એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ માટે ‘બિઝનેસ આઈડેન્ટિટી : લોગો અને ટ્રેડમાર્ક’ વિષય પર રસપ્રદ અને સર્જનાત્મક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. કોમર્સ વિષયના પ્રાયોગિક જ્ઞાનને વધુ અસરકારક બનાવવા માટે વિદ્યાર્થીઓએ વિવિધ જાણીતી કંપનીઓ અને બ્રાન્ડ્સના લોગો તથા ટ્રેડમાર્કનું નિરીક્ષણ કરી, તેમને કાગળ પર સર્જનાત્મક રીતે રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ Nike, Pepsi, BMW, McDonald’s, Google, YouTube, Chanel, Louis Vuitton, Starbucks, H&M, Gucci, D-Mart સહિતની વિવિધ બ્રાન્ડ્સના લોગો રજૂ કર્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને લોગો અને ટ્રેડમાર્ક વચ્ચેનો તફાવત, બ્રાન્ડની ઓળખમાં લોગોની ભૂમિકા તથા બિઝનેસ માટે ટ્રેડમાર્કનું મહત્વ સમજવા મળ્યું. સાથે સાથે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, અવલોકનશક્તિ અને વ્યવસાયિક સમજણનો પણ વિકાસ થયો. આ પ્રવૃત્તિનું આયોજન એકાઉન્ટ્સ ફેકલ્ટી શ્રી દીપક તલરેજા સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પ્રવૃત્તિને સફળ બનાવી હતી.


