કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકોએ મોરબીની સર્વોત્તમ ડેકોરની ઔદ્યોગિક શૈક્ષણિક મુલાકાત લીધી
રિપોર્ટેડ બાય: મંત્ર ફાઉન્ડેશન, રાજકોટપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : મંત્ર ફાઉન્ડેશન
રાજકોટ: મંત્ર ફાઉન્ડેશનના દિવ્યાંગ બાળકો માટે તા. 13 ઓગસ્ટના રોજ ઔદ્યોગિક શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોએ મોરબીની પ્રતિષ્ઠિત સર્વોત્તમ ડેકોરની મુલાકાત લઈ ઉદ્યોગજગતની કામગીરીનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો.
મુલાકાત દરમિયાન બાળકોએ ઉદ્યોગની કામગીરી, ઉત્પાદન પ્રક્રિયા તેમજ વિવિધ વ્યવહારુ બાબતો વિશે માહિતી મેળવી હતી. વર્ગખંડમાં મેળવેલા શૈક્ષણિક જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડવા માટે આ મુલાકાત બાળકો માટે ખૂબ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક બની હતી. બાળકોમાં પ્રાયોગિક જ્ઞાન, આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા વિકસે તે દિશામાં આ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્ર ફાઉન્ડેશનના ટ્રસ્ટી બીજલ હરખાણીએ શૈલેષભાઈ અઘેરા અને મયુરભાઈ પીપળવાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “બાળકોના ઔદ્યોગિક શૈક્ષણિક પ્રવાસમાં આપના સહયોગથી તેમને પ્રેક્ટિકલ નોલેજ તેમજ ઉદ્યોગજગતનો પ્રત્યક્ષ અનુભવ મળ્યો છે. આવા અનુભવો દિવ્યાંગ બાળકોના આત્મવિશ્વાસ, વ્યવહારુ જ્ઞાન અને સ્વાવલંબનના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”
મંત્ર ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ, વ્યવહારુ જ્ઞાન અને સ્વાવલંબન માટે વિવિધ શૈક્ષણિક, ઔદ્યોગિક અને પ્રાયોગિક પ્રવૃત્તિઓનું સતત આયોજન કરવામાં આવે છે.





