મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એસએનએમઈ કેમ્પસ (SNME Campus) માં 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહભેર ઉજવાયો

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

અમદાવાદ, નરોડા : એસએનએમઈ કેમ્પસ, નરોડા ખાતે એ-વન ઝેવિયર્સ સ્કૂલ, સત્યમ વિદ્યાલય, ઓજસ વિદ્યાલય અને ગીતા ગર્લ્સ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભારતનો 80મો સ્વાતંત્ર્ય દિવસ દેશભક્તિ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો.   કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરવામાં આવી હતી. ત્યારબાદ ચારેય શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ રાષ્ટ્રભક્તિપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની ઉત્સાહભેર રજૂઆતથી સમગ્ર કેમ્પસ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની વિવિધ કૃતિઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ, એકતા, અખંડિતતા અને દેશ પ્રત્યેની જવાબદારીનો સુંદર સંદેશ આપ્યો હતો. ચારેય શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો.   આ પ્રસંગે શાળા સંચાલન, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ દેશની પ્રગતિ તથા એકતા માટે પોતાનું યોગદાન આપવાનો સંકલ્પ કર્યો. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રગૌરવ અને દેશભક્તિના માહોલમાં સંપન્ન થયો હતો.