મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

એ વન ઝેવિયર્સ સ્કૂલમાં પ્રી-પ્રાયમરી વિદ્યાર્થીઓની આનંદમય રેની ડે ઉજવણી

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

અમદાવાદ : એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડા ખાતે પ્રી-પ્રાયમરી વિભાગના નાનકડા ભૂલકાઓ માટે રેની ડે (Rainy Day)ની આનંદમય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. વરસાદી વાતાવરણને અનુરૂપ વિદ્યાર્થીઓ રંગબેરંગી રેઇનકોટ અને છત્રીઓ સાથે શાળામાં આવ્યા હતા અને વરસાદની મોજ માણી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ વરસાદી માહોલમાં વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. છત્રીઓ, રેઇનકોટ અને વરસાદી સજાવટથી શાળાનું પ્રાંગણ રંગબેરંગી બની ગયું હતું. વિદ્યાર્થીઓએ વરસાદમાં રમતાં-રમતાં કુદરત સાથે જોડાવાનો આનંદ અનુભવ્યો હતો. ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓ માટે ખાસ કોર્ન સ્ટોલ પણ રાખવામાં આવ્યો હતો, જ્યાં ગરમાગરમ ભુટ્ટાની મજા માણીને બાળકોએ વરસાદી ઋતુનો આનંદ બમણો કર્યો હતો. આ સમગ્ર આયોજન દ્વારા બાળકોને વરસાદી ઋતુનો અનુભવ આનંદ અને રમૂજી પ્રવૃત્તિઓ સાથે કરાવવામાં આવ્યો હતો.
શાળાના શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ ઉજવણીમાં પ્રી-પ્રાયમરીના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ બાળમિત્ર વાતાવરણ, આનંદ અને ઉત્સાહથી ભરપૂર રહ્યો હતો.