કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એસજીએફઆઈ અમદાવાદ જિલ્લા કરાટે ચેમ્પિયનશિપમાં A One Xavier’s Schoolના વિદ્યાર્થીઓની શાનદાર સિદ્ધિ
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
અમદાવાદ ખાતે યોજાયેલી SGFI અમદાવાદ જિલ્લા કરાટે ચેમ્પિયનશિપ-2026માં A One Xavier’s School, નરોડાના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કર્યું હતું.
શાળાની ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીની શાહ ત્રિશાએ પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે ધોરણ 12 કોમર્સની વિદ્યાર્થીનીઓ તરાર જાનકી અને કોલી માલાશ્રીએ દ્વિતીય ક્રમ મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા.
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ શાળાના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઝાલા, વહીવટી ટ્રસ્ટી શ્રીમતી ગીતાબેન ઝાલા, શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
