કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એસજીએફઆઈ કબડ્ડીમાં એ-વન ઝેવિયર્સ સ્કૂલની મેઘના થાપાની રાજ્ય કક્ષાએ પસંદગી
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
અમદાવાદ : એ-વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાના વિદ્યાર્થીઓએ SGFI (School Games Federation of India) નરોડા વોર્ડ અંડર-17 કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં શાળાની ધોરણ 12ની મેઘના થાપાએ પ્રથમ ક્રમ, જ્યારે ધોરણ 8ની રાજપૂત નંદનીએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. બંને ખેલાડીઓની શાનદાર રમત અને પ્રતિભાને કારણે તેમની જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી હતી.
મેઘના થાપાએ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ સફળતાપૂર્વક શાનદાર પ્રદર્શન કરી જિલ્લા કક્ષાએ પોતાની પ્રતિભા સાબિત કરી છે અને હવે તેની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે. તેની આ સિદ્ધિ બદલ સમગ્ર શાળા પરિવારમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
આ સફળતા પાછળ શાળાના કબડ્ડી કોચ ચેતન વાઘેલા અને ધર્મેશ વણજારાની અથાગ મહેનત, સતત માર્ગદર્શન અને તાલીમનો મહત્વનો ફાળો રહ્યો છે. બંને કોચના યોગ્ય માર્ગદર્શન અને ખેલાડીઓની મહેનત તથા સમર્પણના પરિણામે આ શાનદાર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.
