કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાના વિદ્યાર્થીઓની ચેસ ટુર્નામેન્ટમાં શાનદાર સિદ્ધિ
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
અમદાવાદ સ્થિત ACE Sports Academy દ્વારા તા. ૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ આયોજિત લેટ શ્રી અશ્વિની મહેરા મેમોરિયલ ચેસ ટુર્નામેન્ટમાં એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાના ધોરણ-7ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે.
વિદ્યાર્થી મોહિલ મહેતાએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. તેમને ₹1,500નું રોકડ ઇનામ, ટ્રોફી તથા મેડલ એનાયત કરવામાં આવ્યા. તેમજ વિદ્યાર્થી તથ્ય પટેલએ પણ ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમને રોકડ ઇનામ તથા મેડલ એનાયત કરવામાં આવ્યો.
આ બન્ને વિદ્યાર્થીઓની નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. તેમની આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી છે.
