કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એસજીએફઆઈ એથ્લેટિક્સ સ્પર્ધામાં એ વન ઝેવિયર્સ સ્કૂલના વિદ્યાર્થીની શાનદાર સિદ્ધિ
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
એ વન ઝેવિયર્સ સ્કૂલ, નરોડાના ધોરણ-8ના વિદ્યાર્થી રાઠોડ કવિશે સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસજીએફઆઈ) દ્વારા આયોજિત એથ્લેટિક્સ સ્પર્ધાની 200 મીટર દોડમાં *પ્રથમ સ્થાન* પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનના આધારે નારોડા વોર્ડ તરફથી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે તેમની પસંદગી કરવામાં આવી છે.
વિદ્યાર્થીની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.
એ વન ઝેવિયર્સ સ્કૂલ શિક્ષણની સાથે રમતગમત અને સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન આપીને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
