મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

મંત્ર ફાઉન્ડેશનમાં ગુરૂપૂર્ણિમાની ભાવભીની ઉજવણી

શાળા/કોલેજ : મંત્ર ફાઉન્ડેશન

મંત્ર ફાઉન્ડેશનમાં ગુરુપૂર્ણિમાની ભાવભીની ઉજવણી   રાજકોટ સ્થિત મંત્ર ફાઉન્ડેશન ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત ગુરુવંદના સાથે થઈ હતી. વિદ્યાર્થીઓએ ગુરુના મહિમાનું વર્ણન કરતો ગુરુ પૂજન શ્લોક ભાવપૂર્વક રજૂ કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ નૃત્ય અને નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી.   નાટકમાં આ પ્રસંગે ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્વ સમજાવવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સંસ્કારોનું મહત્વ સમજાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમમાં આનંદ, ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું. કાર્યક્રમના અંતે મંત્ર ફાઉન્ડેશનના શિક્ષકો અને સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.