કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી
રિપોર્ટેડ બાય: Deepak Talreja, Ahmedabadપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda
*એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી*
અમદાવાદના નરોડા સ્થિત એ વન ઝેવિયર્સ સ્કૂલ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા ગુરુના મહિમાને ઉજાગર કરતું સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે વિદ્યાર્થીઓએ દ્રોણાચાર્ય અને એકલવ્યના ગુરુ-શિષ્ય સંબંધ પર આધારિત પ્રેરણાદાયી નાટક રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને કંકુનો તિલક કરી, પુષ્પ અર્પણ કરીને પૂજન કર્યું તેમજ શુભેચ્છા કાર્ડ અર્પણ કરીને ગુરુ પ્રત્યેનો આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને ભાવનાસભર વાતાવરણમાં સંપન્ન થયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે ઉત્સાહપૂર્વક ભાગ લઈ ગુરુ પૂર્ણિમાના પર્વને યાદગાર બનાવ્યો હતો.




