કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
બોરસદમાં ગૌરી વ્રત નિમિત્તે રેઈનબો-પ્રી સ્કૂલ અને સ્નેહસ્પર્શ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક ગોયરો અને પૂજા સામગ્રીનું વિતરણ કરાયું
રિપોર્ટેડ બાય: પરમાર હિરેનકુમાર દેસાઈભાઈ, બોરસદપ્રકાશિત :
ફોટો 1 / 5
શાળા/કોલેજ : રેઇનબો પ્રિ શાળા
પવિત્ર ગૌરી વ્રત નિમિત્તે બોરસદ ખાતે ‘રેઈનબો-પ્રી સ્કૂલ’ અને ‘સ્નેહસ્પર્શ ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ના સંયુક્ત ઉપક્રમે એક સુંદર સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જરૂરિયાતમંદ બાળકીઓ માટે નિઃશુલ્ક ગોયરો, પૂજા સામગ્રી તથા મહેંદીના કોનનું મિતેશભાઈ અને સ્નેહાબેન ઘ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવાનો છે. સાથે જ જરૂરિયાતમંદ બાળકીઓની સેવા કરી સમાજમાં સેવા અને ઉત્સવનો આનંદ પ્રસરાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.આ આયોજનથી વ્રત કરતી બાળકીઓ અને તેમના પરિવારજનોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. - અખંડ ભારત





