કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી
શ્રી આર્યસમાજ જામનગર-સંચાલિત શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય, જામનગરના 80મા શાળા સ્થાપના દિવસ
રિપોર્ટેડ બાય: પ્રફુલ્લાબેન રૂપડિયા, જામનગરપ્રકાશિત :

શાળા/કોલેજ : શ્રીમદ દયાનંદ કન્યા વિદ્યાલય,
શ્રી આર્યસમાજ - જામનગર સંચાલિત શ્રીમદ્દ દયાનંદ કન્યા વિદ્યાલય ના ૮૦ મા શાળા સ્થાપના દિવસ
અખબારી યાદી
શ્રી આર્યસમાજ – જામનગર સંચાલિત શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયના ૮૦ મા શાળા સ્થાપના દિવસે જામનગર જીલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી અને જામનગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વિપુલભાઈ મહેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટના મુખ્ય અતિથિવિશેષ પદે સમારોહ પૂર્વક યોજવામાં આવ્યો.
સંસ્થા શાળાનો પરિચય અને સ્વાગત પ્રવચન આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયા દ્વારા કરવામાં આવેલ.
“આર્યઆભા” તરીકે શ્રી શોભનાબેન કાનાણી, શ્રી નંદિનીબેન જાની, શ્રી રીયાબેન જાની, ડો. શ્રી પૂર્વીબેન ડોડીયા, ડો. શ્રીકોમલબેન પટેલ, શ્રી પ્રજ્ઞાબેન પંડ્યા અને ડો.શ્રી રાધિકાબેન હિંડોચાનું ઉપવસ્ત્ર, સન્માન પત્ર, શુભેચ્છા ભેટ તેમજ પુસ્તક ભેટથી સન્માન કરવામાં આવેલ.
“આર્યઆભા” તરીકે પુરસ્કૃત ડો. શ્રી પૂર્વીબેન ડોડીયા અને ડો.શ્રી રાધિકાબેન હિંડોચા દ્વારા તેમના પ્રતિભાવો વ્યકત કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શાળાને શ્રેષ્ઠશાળા તરીકેનો પુરસ્કાર પ્રાપ્ત થતા, શ્રેષ્ઠ શાળાનું સન્માનપત્ર શ્રી આર્યસમાજ – જામનગરના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી શ્રી ધવલભાઈ બરછા અને આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયાને જામનગર જીલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિપુલભાઈ મહેતાના વરદ હસ્તે પ્રદાન કરવામાં આવ્યું.
શાળાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થવા બદલ સમગ્ર સ્ટાફનું મોમેન્ટો અને ભેટથી સન્માન કરવામાં આવ્યું SSC અને HSC – ૨૦૨૬ ની બોર્ડની પરીક્ષામાં જે – તે વિષયમાં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કરાવવા બદલ પણ શિક્ષિકાબહેનોનું મોમેન્ટો અને સ્મૃતિભેટથી સન્માન કરવામાં આવ્યું. માર્ચ – ૨૦૨૬ ની SSC બોર્ડની પરીક્ષામાં ઉતિર્ણ ન થયેલી વિદ્યાર્થીનીઓને પુરક પરીક્ષા માટે માર્ગદર્શન આપવા માટે શિક્ષિકાબહેનોનું મોમેન્ટો અને સ્મૃતિભેટથી સન્માન કરવામાં આવ્યું. પ્રાથમિક, માધ્યમિક દ્વારા શૈક્ષણિક વર્ષ અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના શિક્ષકો અને સેવક ભાઈ - બહેનો દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૫ - ૨૬ માં પ્રાપ્ત આકસ્મિક રજા નો ઓછો ઉપયોગ કરવા બદલ નિયમિતતા પ્રમાણપત્ર અને સ્મૃતિભેટથી સન્માન કરવામાં આવ્યું.
શાળામાં SSC અને HSC – ૨૦૨૬ માં ૧ થી ૫ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓનું પણ મોમેન્ટો અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું અને શાળા માં શ્રેણી ૧ થી ૧૨ માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીનીઓનું પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું.
તદુપરાંત વિદ્યાર્થીનીઓને પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી શ્રી ધવલભાઈ બરછા, સ્મૃતિશેષ શ્રી મહેશભાઈ ભાણજીભાઈ રામાણી પટેલ, સ્વ. શ્રી ભારતીબેન મહેતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, સ્મૃતિશેષ જયંતીલાલ ગોકળદાસ ઠક્કર, સ્મૃતિશેષ શ્રી નિર્ભયભાઈ ભટ્ટ, શ્રી શાંતાબેન ઠાકર, શ્રી મધુબેન રાડીયા, શ્રી જ્યોત્સાનાબેન અંબાસણા, શ્રી ચંદ્રિકાબેન વ્યાસ, શ્રી અરુણાબેન જયંતીલાલ લાલાણી અને શ્રી નર્મદાબેન શીલુ તરફથી પણ રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા.
જામનગર જીલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિપુલભાઈ મહેતા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટ તરફથી પ્રેરક ઉદબોધનો આપવામાં આવ્યા. અધ્યક્ષીય ઉદબોધન આજની સભાના અધ્યક્ષ શ્રી દીપકભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવેલ. તેમજ આભાર દર્શન માનદ્દમંત્રી શ્રી ધવલભાઈ બરછા દ્વારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિવિશેષ તરીકે જામનગર જીલ્લાના શિક્ષણાધિકારીશ્રી વિપુલભાઈ મહેતા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટ, ધ જામનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ & ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રી રમણીકભાઈ અકબરી, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના ટ્રસ્ટીશ્રી અને જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના અધ્યક્ષશ્રી કરશનભાઈ ડાંગર, સ્વ. હસમુખરાય ગોકળદાસ શાહ મેમોરીયલ ટ્રસ્ટ (જી.ડી.શાહ હાઈસ્કુલ-જામનગર)ના ટ્રસ્ટી, જામનગર જિલ્લા ગ્રાન્ટેડ શાળા સંચાલક મંડળના માનદ્દ મંત્રીના શ્રી જતીનભાઈ શાહ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ ખાખરીયા, જામનગર જીલ્લા માધ્યમિક સંઘના પ્રમુખ શ્રી મહેશભાઈ મુંગરા, જામનગર શહેર આચાર્ય સંઘના પ્રમુખશ્રી અજયસિંહ ગોહિલ, જામનગર જીલ્લા વહીવટી સંઘના પ્રમુખ શ્રી આદેશભાઈ મહેતા, જામનગર જીલ્લા ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકના પ્રમુખ શ્રી જયકુમાર રાઠોડ, શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી ચંદ્રિકાબેન બારદાનવાળા, પ્રણામી હાઈસ્કુલના ટ્રસ્ટી શ્રી જે.પી.ગોધાણી સાહેબ, શ્રી હસમુખભાઈ હિંડોચા - પૂર્વ શહેર ભારતીય જનતા પાર્ટી, શ્રી જી.એસ.મહેતા સ્કુલ ગર્લ્સ હાઈસ્કુલના આચાર્યા શ્રી હીનાબેન તન્ના, શ્રી રતનબાઈ કન્યા વિદ્યાલયના આચાર્યા શ્રી અસ્મિતાબેન વ્યાસ, આર્યસમાજ રાજકોટના માનદ્દમંત્રી શ્રી વિજયભાઈ બોરીચા, આર્યસમાજ - નડીયાદના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી દિનેશચંદ્ર આર્ય, આર્યસમાજ પોરબંદરના પ્રમુખ શ્રી ધનજીભાઈ આર્ય, મંત્રી શ્રી કાંતિલાલભાઈ જુંગી ઉપસ્થિત રહ્યા હતા.
તદુપરાંત શ્રી આર્યસમાજ – જામનગરના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી વિજયભાઈ ચૌહાણ, માનદ્ મંત્રી શ્રી ધવલભાઈ બરછા, ઉપમંત્રી શ્રી મનોજભાઈ નાંઢા, કોષાધ્યક્ષ શ્રી વિનોદરાય નાંઢા, અંતરંગ સદસ્યો, શ્રીમદ્ દયાનંદ કન્યા વિદ્યાલયનો સમગ્ર શિક્ષકગણ, વિદ્યાર્થીનીઓ, કર્મચારીઓ, વાલીગણ અને સેવક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોકત કાર્યક્રમ શ્રી આર્યસમાજ - જામનગર ના પ્રમુખ શ્રી દીપકભાઈ ઠક્કર અને માનદ્મંત્રી શ્રી ધવલભાઈ બરછા અને આચાર્યા શ્રી પ્રફુલ્લાબેન રૂપડીયાના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવેલ.
