મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

A ONE XAVIER'S SCHOOL, નરોડા ખાતે રથયાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

A ONE XAVIER'S SCHOOL, નરોડા ખાતે રથયાત્રા મહોત્સવની ભવ્ય ઉજવણી

A ONE XAVIER'S SCHOOL, નરોડા ખાતે પવિત્ર રથયાત્રા મહોત્સવની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર શાળા પરિસર "જય જગન્નાથ"ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.   કાર્યક્રમની શરૂઆત ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની પૂજા-અર્ચના સાથે કરવામાં આવી. ત્યારબાદ શાળા પરિસરમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી. સુંદર રીતે શણગારેલા રથમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ શ્રદ્ધાભાવ સાથે રથ ખેંચ્યો અને ભક્તિમય વાતાવરણ સર્જ્યું.   કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા રથયાત્રાના મહિમા અંગે પ્રેરણાદાયી વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું. રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં વિદ્યાર્થીઓએ મનમોહક સાંસ્કૃતિક નૃત્ય રજૂ કર્યું. ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા તલવારબાજી અને લાઠીબાજીના શૌર્યપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યા, જેને ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યા.   આ પ્રસંગે વિદ્યાર્થીઓને રથયાત્રાનું ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ સમજાવવામાં આવ્યું તેમજ ભારતીય સંસ્કૃતિ, એકતા, સેવા અને સદભાવનાના મૂલ્યોને જીવનમાં આત્મસાત કરવાનો સંદેશ આપવામાં આવ્યો.