મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

RED COLOUR DAY CELEBRAION

શાળા/કોલેજ : NOBLE PRE SCHOOL

પ્રેસનોટ

નોબલપ્રી. સ્કૂલ નાણાવટી ચોક ગાંધીગ્રામમાં

ઉત્સાહભેર'રેડકલરડે' નીઉજવણી

     બાળકોમાં રંગોની ઓળખ અને સમજણ વિકસાવવાના હેતુથી, નોબલ પ્રી. સ્કૂલ ખાતે આજ રોજ 'રેડ કલર ડે'  ની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ દિવસે શાળાના નાના ભૂલકાંઓ સુંદર લાલ રંગના કપડાં પહેરીને આવ્યા હતા. શાળા અને વર્ગખંડોને  ફુગ્ગાઓ અને વિવિધ આકર્ષક ક્રાફ્ટથી શણગારવામાં આવ્યા હતા. આ નિમિત્તે શિક્ષકો દ્વારા બાળકોને લાલ રંગની વિવિધ વસ્તુઓ પ્રત્યક્ષ નિદર્શન કરાવીને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

     બાળકો માટે ડ્રોઇંગ અને  કલરિંગ  જેવી લાલ રંગ આધારિત વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રમતા-રમતા શિક્ષણ આપવાના આ અભિગમથી બાળકોએ નવી વસ્તુઓ શીખવાની સાથે સાથે આજના દિવસનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળાના શિક્ષકો અને સ્ટાફની જહેમતથી આ 'રેડ કલર ડે' ની ઉજવણી ખૂબ જ સફળ રહી હતી.