મુખ્ય સામગ્રી પર જાઓ

કેમ્પસ કોર્નરવાચકની સ્ટોરી

A ONE XAVIER'S SCHOOL ખાતે ધોરણ ૧ થી ૪ના વિદ્યાર્થીઓ દ્વારા "Community Helpers" થીમ પર વિશેષ ઉજવણી

શાળા/કોલેજ : A ONE XAVIER'S SCHOOL, Naroda

A ONE XAVIER'S SCHOOL ખાતે ધોરણ ૧ થી ૪ના વિદ્યાર્થીઓ માટે "Community Helpers" વિષય આધારિત આકર્ષક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સૈનિક, પોલીસ, ડૉક્ટર, નર્સ, પાઇલટ, શેફ, ફાયર ફાઇટર, ખેડૂત, એન્જિનિયર, વકીલ, શિક્ષક સહિત વિવિધ વ્યવસાયોના વેશભૂષામાં આત્મવિશ્વાસપૂર્વક ભાગ લીધો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓએ સમાજના વિવિધ સેવાકીય ક્ષેત્રોમાં કાર્યરત વ્યક્તિઓના યોગદાનને સમજ્યું તેમજ તેમના પ્રત્યે માન-સન્માનની ભાવના વિકસાવી. રંગબેરંગી વેશભૂષા, સુંદર રજૂઆત અને ઉત્સાહભેર ભાગીદારીથી સમગ્ર કાર્યક્રમ યાદગાર બન્યો.   શાળાના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ ઝાલા તથા ટ્રસ્ટી શ્રી ધવલસિંહ ઝાલા (ધારાસભ્ય, બાયડ)એ વિદ્યાર્થીઓના ઉત્સાહને બિરદાવી અભિનંદન પાઠવ્યા. પ્રિન્સિપાલશ્રીએ પણ આવી સર્જનાત્મક અને અનુભવ આધારિત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શાળા સતત પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું.